________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३४
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૪ ને બુધવાર, તા. ૨૫
મી સપ્ટેમ્બર. સને ૧૯૧ર. કોઈપણ વસ્તુમાં થતી હુંપણની બુદ્ધિને ત્યાગ કરો અને પશ્ચાત તમે દરેક કાર્ય કે જે અધિકાર પરત્વે કરવાનું છે તે કરો પણ તેમાં હું નથી એવી બુદ્ધિથી કરી તે નક્કી ત્યાગની દિશા હાથમાં આવશે. અહંમમત્વ મુકીને પશ્વાત અનુભવ કરશો તો જાણે તને હલકા થઈ ગયા છે એવો અનુભવ ભાસશે. જે જે વસ્તુઓ આત્માની પાસે હોય તેમાંથી અહંવૃત્તિ દૂર કરી દે તે પાસે રહેલા વિષની પેઠે તે તે વસ્તુઓ પરિતાપ ઉપજાવવા સમર્થ થશે નહીં. વિષને વ્યાપાર કરવાથી વા વિષ પાસે હોય તેથી કંઈ મરણને ભય નથી, પણ વિષ ખાવાથી મરણને ભય થાય છે. તેમ તમે અહંવૃત્તિ વિષનો ત્યાગ કરી દેશે તે પશ્ચાત જે જે વસ્તુઓથકી તમે બંધાયા છે તે તે વસ્તુઓ થકી બંધાવાનું રહેશે નહીં. જગતની વસ્તુઓ જગતને સોંપી દે, અને તમે તટસ્થ રહીને જગતની વસ્તુઓને જોઈ રહેશો તે તેથી બંધાવાનું થશે નહીં. જગતના પદાર્થોમાં અહં અને મમત્વથી બંધાઈને તમે પરતંત્ર બને નહીં. અહં અને મમત્વભાવ વિના તમારી સ્વતંત્રતા કે જે આત્માની સહજ સ્વતંત્રતા છે, તેનો ખ્યાલ કરો અને તેમાં રહેશે તે આખી દુનિયાના પરમાત્મારૂપ પિતાને દેખી શકશે.
અહંવૃત્તિ વિના જગતના પદાર્થો પ્રતિબંધભૂત થતા નથી. જગતમાં જે જે પિતાનું માન્યું હોય તે અને તેના મમત્વનો મેરૂ પર્વત કરતાં અનન્ત ગણો ભાર પિતાના મન ઉપર મૂકો હોય છે, તેને ત્યાગ કર્યા વિના ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. જેને ત્યાગ કરવાનો છે એવા મમત્વને રાગ કરનારએ ત્યાગના ખરા આનંદને અનુભવ લઇ શકતા નથી. બાહ્ય અને અન્તરના ત્યાગથી જેઓ ત્યાગી બન્યા છે તેઓ ખરા સુખને પ્રાપ્ત કરી શકે છે. જે જે વસ્તુઓ તમારી પાસે હોય તેઓના નાશથી શેક ન થવો જોઈએ. આવી અવસ્થા પ્રાપ્ત થતાં ત્યાગની ખૂબી પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only