SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ધાર્મિક ગદ્યસંગ્રહ, આંકી શકતા હતા, તેથી મન વાણી અને કાયાને તેઓ તાબે રાખીને વિષય અને વ્યસન ઉપર જય મેળવી શકતા હતા. આત્મવિદ્યાના બળે તેઓ ભારત વંશના પ્રાણીઓને કટુંબવત માનીને તેઓના પ્રતિ પિતાની જે જે ફરજ હતી તે અદા કરતા હતા અને નિષ્કામ કરણથી આગળ પગલાં ભરી શકતા હતા. આત્મજ્ઞાન બળથી તેઓ વિષયસુખ તરફ અત્યંત આસકિત ન કરતાં જગતના જીવોને સદ્ગુણોના માર્ગે દોરવા વિશેષ પ્રયત્ન કરતા હતા. શારીરોહનું (દેહાધ્યાસનું) જોર ખરેખર અવિદ્યાથી વૃદ્ધિ પામે છે. તે વખતમાં આત્મજ્ઞાનને ભાનુ અત્યંત પ્રકાશમય હતો, તેથી ભારતવાસીઓમાં સદગુણ પ્રાપ્ત કરવાની વિશેષ અભિલાષા હતી. હાલ અધ્યાત્મ વિદ્યાના પ્રખર તેજના અભાવે શરીરમેહ, વિષય સુખેચ્છા, સ્વાર્થ, કપટ આદિ દેષોની વૃદ્ધિ થવા લાગી છે. તેથી ભારતવાસીઓ આત્મોન્નતિની ખરી કુંચીઓ પ્રમાણે વર્તી શકતા નથી. અધ્યાત્મ જ્ઞાન તરફ પ્રવૃત્તિ થતાં મેહનું જોર ટળે છે અને તેથી મનુષ્યો પતે ખરી સેવા, ખરી ભક્તિ, ખરી ક્રિયા, અને ખરી ફરના માર્ગે ચઢી શકે છે. હાલમાં અધ્યાત્મજ્ઞાન ફેલાવવાની જરૂર છે. શ્રી વીર પ્રભુના આગમોમાં અધ્યાત્મજ્ઞાન ઝળકી રહ્યું છે. મનુષ્ય વાચાતુરી પ્રાપ્ત કરી એટલે તેનામાં સર્વ ગુણ આવી ગયા એમ તો કદી માની શકાય નહિ. મન વાણી અને કાયાની એકતા જ્યાં જોવામાં આવે છે ત્યાં વાકચાતુર્યની સફળતા અવલોકાય છે. ઘણું બોલવાથી વા ઘણું વાંચવાથી હૃદય પર જે અસર થાય છે તેના કરતાં હૃદયમાં ઘણું મનન કરવાથી જે અસર થાય છે તે એર પ્રકારની છે. હદયમાં સ્વતંત્ર વિચાર કરનારાઓની વાણી અને કાયાનું જે વર્તન દેખવામાં આવે છે તે આદર્શરૂપ અને અન્યને અસર કરવા રૂપ થઈ પડે છે. આદર્શ જીવન કરવું હોય તો હૃદયના ગુણે ખીલવવાની જરૂર છે. હૃદયના ગુણો ખીલવવાથી કાયિક સદ્ધનરૂપ બાહ્ય ચારિત્ર્ય, પિતાની યોગ્યતા અને અધિકાર પ્રમાણે ઉચ્ચ થાય છે અને તેથી વાણીથી બહાર કાઢવામાં આવતા થોડા શબ્દો પણ જગતને ઉત્તમ અસર કરવા સમર્થ બને છે. શુદ્ધ પ્રેમને ખીલવો હોય તો વાક્ચાતુર્ય કરતાં હૃદયના ગુણોના સંયમમાં લા રાખવું. વાણું અને કાયાની ચેષ્ટાથી જગતને ઉપર ઉપરને આંજી નાખવાનો પ્રેમપાઠ શીખવવા કરતાં હૃદયના શુદ્ધ વિચારોથી શુદ્ધ પ્રેમને કેળવી જગતને પિતાનું વાસ્તવિક વર્તન દેખાડવું એ આદર્શ પુરૂવ થવાનું ચિફ છે. વાચાતુર્યથી લોકે છેતરાય છે અને તેની સાથે સ્વાર્થવૃત્તિ તે For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy