________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૩૨
સંવત ૧૬૬૮ ની સાલના વિચારો. : ---------------------~~- ~~-~----------- ---------- સંવત્ ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૨ ને સેમવાર, તા. ૨૩ મી
સપ્ટેમ્બર. સને ૧ર, જેમ જેમ દષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ વિચારોમાં સુધારો થતો. જાય છે, અને પૂર્વે બાંધેલા આગ્રહ પણ છૂટી જાય છે. મનુષ્યમાત્રને સુધારવાને એકજ ઉપાય છે અને તે એ છે કે તેમની દષ્ટિ ખીલવવી. આંધળા મનુષ્યોને જે પદાર્થો દેખાડવામાં આવે તે બાબતમાં તે નકારમાં જવાબ આપી શકે. પરંતુ તેઓને દેખતા કરવામાં આવે તો આંખ સાથે વસ્તુઓને દેખવાથી અંધપણમાં કરેલી ભૂલને ભૂલી જાય, અને સત્યને સત્ય તરીકે દેખી શકે. જેઓની દષ્ટિ જે જે અંશે ખીલી હોય છે તે તે અંગે તેઓ વસ્તુના ધર્મને દેખવા સમર્થ થાય છે. જૈન ધર્મનાં તો નહીં દેખનારા તથા નહિ જાણનારા મનુષ્ય જેનતને ન માને તેમાં તેઓની દષ્ટિને દોષ છે. તેઓને જૈન તત્વોને બેધ થાય તો તેઓ જનધર્મના તર સંબંધી ઉચ્ચ વિચાર ધરાવી શકે. જેના ગુણોને પરિચય થાય તેના પ્રતિ ઉચ્ચ અભિપ્રાય બાંધી શકાય છે. વસ્તુસ્થિતિ આવી છે માટે મનુષ્યોની દૃષ્ટિ ખીલવવા સારૂ જ્ઞાન દાન આપવાની અત્યંત આવશ્યકતા છે. મનુષ્યની દષ્ટિ ખીલવવાથી તેઓ ઘણી ભૂલો તજી દે છે. જે ભૂલે ત્યજાવવાને માટે દષ્ટિ ખીલ્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. પોતાના વિચારે પ્રમાણે સવ મનુષ્યના વિચારે મળતા નથી. ત્યાં પણ જ્ઞાન દષ્ટિનું આચ્છાદન કરનાર કમજ કારણ છે. સદ્દવિચારને અનેક અપેક્ષાએ સમજાવવા પુસ્તક લખવાં, શ્રી વીતરાગ પ્રભુનાં સિદ્ધાન્તોનો ફેલાવો કરવા કટિબદ્ધ થવું, અને સર્વથા પ્રકારે આત્મગ આપવા એજ અન્ય મનુષ્ય ઉપર ઉપકાર કરવાનું બહાનું સાધન છે. જેઓની દષ્ટિ ખુલી નથી તેના ઉપર દેવ વા ચીડાઈ જવાથી વા કેઈપણ જાતનું તેઓને નુકશાન કરવાથી તેઓ આપણે વિચારોને માન્ય કરી શકતા નથી પણ તેઓને બોધ આપીને તેઓની દષ્ટિ ખીલવવાથી તેઓ આપણું વિચારોને વા માન્યતાએને સ્વીકારી શકે છે. અન્યની દષ્ટિ ખીલવવી તેજ અન્યોને સુધારવાનો રામબાણ ઇલાજ છે માટે સર્વ પ્રકારના વિચારે પહેલાં ઉપર્યુક્ત વિચારાને અજમા.
For Private And Personal Use Only