________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલને વિચારે.
૩૫૭
શ્રવ ન લેવાય તેમ ઉપગ રાખ. શરીર પર નિર્મમ ભાવ રાખ! લક્ષ્મી આદિ ધન કરતાં શરીર ધનની અનન્ત ઘણી કિંમત અવબોધીને તદઠારા ધર્મ કાર્યો કર. પ્રત્યાખ્યાન કર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ આદિ વડે શરીરને ધર્માથે વાપર. આ કાળમાં પણ આ શરીરધારા આત્મ ધર્મનું સાધન અમુક અંશે કરી લે, પ્રમાદને ત્યાગ કર.
સંવત ૧૯૬૮ ના અધિક અષાડ વદિ ૯ સેમવાર
તા૮ મી જુલાઇ ૧૯૧૨. અમદાવાદ, રોગના સામું આત્મ બળ કેટલું ટકી રહે છે તેને અનુભવ થયો. આ કાલમાં પૂર્વના જેવાં શરીર ન હોવાથી સાધુઓ પૂર્વની પેઠે બાહ્ય ચારિત્ર ઉત્કૃષ્ટ યથાયોગ્ય પાળી શકે નહિ એમ બનવા યોગ્ય છે. અને તેમ બને છે. રોમાદિક થએ તે દવા વાપરવાથી શરીરની આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ કાલમાં કેટલાક ઉત્તમ પુરૂષો સાધુઓની વૈયાવચ્ચ કરી શકે છે. કેટલાક નામધારી શ્રાવકે તો સાધુઓએ કરેલા ઉપકારને ભૂલી જાય છે, અને ગુરૂના સામા થાય છે. કેટલાક શ્રાવકે તે સ્વાર્થ હોય છે ત્યાં સુધી સાધુની હાજી હા અને કપટ વિનયની રીતિ બતાવે છે, પશ્ચાત સાધુની પાસે પણ આવતા નથી. આ કાલમાં શ્રાવકાની સાધુઓ ઉપર એક સરખી રૂચિ રહેવી એ દુર્લભ છે. કેટલાક નામધારી શ્રાવકો પોતાના ગુરૂને પણ હિસાબમાં ગણતા નથી. કેટલાક શ્રાવકે તે ભમાવ્યાથી ભમી જઇને એક ગુરૂને છેડી બીજાને કરે છે અને બીજાને છોડી ત્રીજાને ગુરૂ કરે છે. પહેલાને છોડી બીજાને ગુરૂ કરે છે ત્યારે પહેલા ગુરૂની પાસે જતા નથી તેમજ તેમને ઉપકાર જે કર્યો હોય છે તેને પણ નિંદાના રૂપમાં પ્રતિ બદલો આપે છે. બીજાને છોડી ત્રીજાને ગ્રહણ કરે છે ત્યારે બીજાના પણ પ્રતિપક્ષી બને છે. કેટલાક નામધારી શ્રાવકો શ્રાવકની ઉપર ઉપરની કરણ સાચવે છે, પણ તેમની વર્તણૂકમાં તે. નીતિના ગુણો પણ પ્રાયઃ દેતા નથી. કેટલાક શ્રાવકો તો ગુરૂકતિ બજાવવાની ફરજો પણ જાણતા નથી. ફક્ત તેઓ કુલાચારથી શ્રાવકો ગણાય છે. કેટલાક શ્રાવકો સ્વાર્યાદિ પ્રસંગે ધર્મને પણ પી જાય તેવા હોય છે.
For Private And Personal Use Only