________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૩૫૫
--
-
-
-
--
આનન્દ સ્વરૂપ છે, તેને હું ભકતા છું, એમ
વિમળ સ્વભાવ છે. મારું વારંવાર ભાવના ભાવવી.
સંવત ૧૯૬૮ ના અ, અષાઢ વદિ ૭ શનિવાર તા. ૬
જુલાઇ ૧૯૧૨ અમદાવાદ. અજ્ઞાનથી મમત્વ વધે છે, અને જ્ઞાનથી મમત્વ ટળે છે. મમતવથી મનુષ્ય પોતાના આત્માની ઉન્નતિમાં પોતાના હાથે વિને ઉભાં કરે છે. મમત્વથી વિશાલ હૃદય પણ સંકુચિત થઈ જાય છે. અશુભ મમતવથી ગમે તેવું અશુભ થયા વિના રહેતું નથી. મમત્વને ઉપજાવતાં વાર લાગતી નથી પણ તેનો નાશ કરતાં વાર લાગે છે. મમત્વથી જે કે જુસ્સો પ્રકટ છે પણ તેમાં ખરા વિવેકની ખામી રહે છે. પ્રથમ દિશામાં શુભ મમત્વની આકાંક્ષા અને તેની જરૂર છે પણ જેમ જેમ જ્ઞાનથી વિશાલ હૃદય થાય છે, તેમ તેમ મમત્વ વિના પણ પિતાની ફરજ સમજીને સર્વ કાર્યો કરી શકાય છે, અને તેથી નિલેપ અવસ્થા રહે છે તથા આત્માની ઉચ્ચ દશા વૃદ્ધિ પામે છે. મમત્વ દશાના જીવનમાં ઘણે ફેર છે અને તે ઉચ્ચ કોટી પર ચઢેલો મનુષ્ય તેને અનુભવ કરશે સમર્થ બને છે. અશુભ ભમવથી પ્રવૃત્તિ કરનારા મનુષ્યો પોતે લેપાય છે અને અન્યોને પણ લેપ લગાવે છે. મમત્વથી અને અમમત્વભાવથી કાર્યો કરનારાઓ ખરેખર કાર્યોની અપેક્ષાએ તો અજ્ઞાનીઓને એક સરખા લાગે છે, પણ જ્ઞાનીઓ તેઓની પરિણામની અપેક્ષાએ ભેદ દશા અવબોધી શકે છે.
આત્મજ્ઞ નથી નિમભત્વપણે સાકાર્યો કરવાની અભ્યાસ વૃત્તિ ખીલવી શકાય છે. મમત્વના પણ અસંવે ભેદ છે. પણ તીવ મમત્વની અપેક્ષાએ તેના કરતાં મંદ મમત્વવાળો નિર્મમત્વ કહી શકાય. આમ અમુક હદ સુધી નિમમત્વ કહી શકાય.
નિમમત્વ ભાવે ભલાં કાર્યો કર. વિશાલ દષ્ટિથી મમત્વ છેદીને નિર્મભવ થા. નિમમત્વ ભાવ એ જ પિતાનો ધર્મ અવબોધીને નિર્મમત્વ થા. નિર્મમત્વ ભાવ એજ મુક્ત થવાની છેલ્લામાં છેલ્લી પરમ કુંચી છે. એમ અવબોધીને નિર્મમ પણે કરવા ૫ કાર્ય કર. જગતમાં સ્વતંત્રતા
For Private And Personal Use Only