________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૧૪
---માતા
મિત્ર દષ્ટિથી દેખે. વૈર લેવાની બુદ્ધિને બીલકુલ ત્યાગ કરો અને સર્વ જીવોના ઉપર ઉચ્ચ શુદ્ધ નેહ ભાવ ધારણ કરે. કોઈપણ આત્માની લાગણી દુ:ખવી હોય તે પ્રભુની સાક્ષીએ માફી માગીને શુદ્ધ થાઓ. સર્વ જીવોને પિતાના આત્મ સમાન માનીને તેઓના ભલામાં ભાગ લે. સનેહ ભકિતના નિર્મળ પ્રવાહવડે જીવોની મલીનતા જોઈ નાખે. વૈર, વિરોધ અને હિંસા વગેરે દુષ્ટ વાસનાઓને ભૂલી જઈને સર્વ જીવોને પિતાના આત્મસમાન પ્રિય ગણશે તો પ્રભુને તમે દિવ્ય જ્ઞાન શક્તિથી દેખવા સમર્થ થશે. હે જગતના મનુષ્યો ! તમે ગમે તે ધર્મ પાળતા હોય તે પણ એટલું જ વવાનું છે કે સર્વ જીવ ઉપર દયા, સર્વ જીવો ઉપર આત્મપ્રેમ સર્વ જીવો પર સ્નેહ, સર્વ જીવો પર મૈત્રી ભાવના, સર્વ જીવો પર કરૂણું ભાવના, સર્વ જીવો પ્રતિ પ્રમાદ ભાવના, સર્વ જીવોનું ભલું કરવાની બુદ્ધિ ઇત્યાદિ સદગુણોને પહેલા ધારણ કરીને ધર્મમાર્ગાનુસારી થવા પ્રયત્ન કરશે. દુનિયાના માનવ બધુઓ ! તમો અપરાધીઓના અપરાધો ભૂલી જઈને તેના ઉપર પ્રેમની વૃષ્ટિ કરે એજ મહાત્મા થવાનું પ્રથમ લક્ષણ છે. દુનિયાના માનવ બધુઓ ! દયા એ મોક્ષની સડકને માર્ગ છે તે ઉપર તમે ચાલો. દુનિયાના માનવ બધુઓ ! તમે પ્રતિ શ્રી મહાવીરને સંદેશ છે કે તમે પોતાના ગુણેને દેખી તેઓને ટાળે અને અન્ય મનુષ્યોને દુર્ગણે, અપરાધો, દોષો નાશ પામે એવી માતૃદષ્ટિ તમારી ખીલવીને અને શુદ્ધ કરે. દુનિયાના મનુષ્યો ! તમે વૈર, માન, સત્તા, લક્ષ્મી, અને વિદ્યા વગેરેથી અન્ય જીવોને તાબે કરી શકશો નહિ પણ કરૂણુ, દયા, નેહ, પ્રેમ, અને ભક્તિથી અન્યોને હાલા બનાવી શકશે એમ નક્કી માનશે.
સર્વ વસ્તુઓની સાથે બંધાવવાનું મુખ્ય કારણ મમત્વ છે. જે મમત્વથી બંધાતો નથી તે મહાત્મા જાણવો. જગતમાં ઉત્તમોત્તમ ત્યાગ ગુણ છે પણ ત્યાગનો ખરો અર્થ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલીક વસ્તુઓ અન્ય જીવોના ભલા માટે દાનાર્થે ત્યાગવાની છે. કેટલીક વસ્તુઓ પિતાનું અને પરનું અશુભ કરનારી જાણ ત્યાગવાની છે. મન, વાણું અને કાયાના અશુભ વ્યાપારોને ત્યાગવા જોઈએ. દુષ્ટવાસનાઓને ત્યાગવાની જરૂર છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગવાની જરૂર છે અનેક જીવોની સાથે બાંધેલા વૈરને ત્યાગવાની જરૂર છે. કૃપણુતા ત્યાગવાની જરૂર છે. કલેશને ત્યાગ કરવો જોઈએ. નિન્દાને ત્યાગ કરવો જોઈએ. ચતું ગતિમાં ભ્રમણ કરાવનાર સાત વ્યસન ત્યાગવાં જોઈએ. જીવહિંસાના
For Private And Personal Use Only