________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ધાર્મિક ગદ્યસંગ્રહ.
+ +
+
+ 1
+
4
+
+
*
*
*
*
*
* *
દરેક મનુષ્ય નીચે પ્રમાણે વિચાર કરવો. હું ઉચ્ચ થવા મનુષ્યનો જન્મ પામ્યો છું અને ભારે ઉચ્ચ થવું જોઈએ. મારા આત્માના અનંત ગુણો ખીલવવા માટે હું જભ્યો છું. સર્વ જીવોના ભલામાં ભાગ લેવાને માટે મનુષ્યનું શરીર મેં ધારણ કર્યું છે. મુકિત રૂપ મહેલનાં આગળનાં પગથીયાં પર ચઢવાને માટે મારે મનુષ્યને અવતાર છે. સકલ દે ત્યાગ કરવાને માટે અને સકલ ગુણ ગ્રહણ કરવા માટે મારો જન્મ છે. જ્યાં ત્યાંથી સારૂં ગ્રહણ કરીને આત્માના ગુણોની ઉચ્ચતા કરવા માટે મારે જન્મ છે. સદાચારો અને સદિચારે વડે મારા આત્માની શુદ્ધિ કરવા માટે દશ દષ્ટાન્ત દુર્લભ એ મનુષ્ય જન્મ મેં ધારણ કર્યો છે. આમાની સાથે લાગેલા અષ્ટ કર્મને પરિહાર કરવાના ઉપાય વડે મારે જીવવાનું છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિ ગુણે પ્રકટાવવા માટે મારે જીવવાનું છે. સર્વ જીવોની સાથે સમભાવ ધારણ કરવાના ઉદેશને કલીભૂત કરવા માટે જીવવાનું છે. પંચેન્દ્રિય વિષયોમાં રાગ અને દેવથી પરિણામ પામવાને માટે મારે મનુષ્ય જન્મ નથી. સર્વ ને મોક્ષને માર્ગે વાળવાને માટે મારો જન્મ છે. સર્વ જીવોને સુખની ખરી દિશા દેખાડવા માટે મારે જન્મ છે. સર્વ જીવોને સગુણનો ઉપદેશ આપવા માટે મારી જિહા છે, સર્વ જીનું ભલું દેખવા માટે આંખ છે. જગતમાં સગુણો શ્રવણ કરવા માટે કાન છે. અન્યના સદગુણ ગાવા માટે વાણી છે. સર્વ જીવોની રક્ષા કરીને ગમન કરવા માટે આંખ છે. સર્વ જીવોને યથાશકિત દાન દેવા માટે હસ્ત છે. સર્વ જીવોનું ભલું ચિંતવવા માટે હૃદય છે. સર્વ જીવોને સુખી કરવાના કાર્ય પ્રતિ ગમન કરવા માટે પાદ છે. પિતાના આત્માના ગુણે વધારવા માટે જ મનુષ્ય જન્મમાં એગ્ય સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. આળસુ જીવન ગાળવાને માટે મનુષ્યને અવતાર નથી. અન્ય જીવોને દુ:ખી કરવા માટે પોતાને પ્રાપ્ત થએલી કોઈપણુ શકિત વાપરવા માટે મનુષ્યને અવતાર નથી. અન્ય જીવોને પિતાનાથી નીચ હલકા ગણવા માટે આપણે મનુષ્યને અવતાર પામ્યા નથી. પિતાનું અને અન્ય જીનું ભલું કરવા માટે આપણને શકિત મળે છે તે શકિત વડે આપણે પરમાત્મ જીવન પ્રાપ્ત કરવાનું છે.
હે માનવ બધુઓ !!! તમે સાવધ થઈને દયાના માર્ગે પ્રભુ પ્રાપ્તિ માટે ગમન કરો. અપરાધીઓના અસહ્ય અપરાધોની માફી આપીને તેઓના ઉપર સ્નેહ ધારણ કરે. તમારા વૈરીઓને વરી તરીકે ભૂલી જઈને તેઓને
For Private And Personal Use Only