________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૨૧૭9.
સાહિત્ય સેવા વગેરે કાર્યોને લાભ ભવિષ્યના સાથે લેવાના છે. અને તે કાર્યો કરવાં એ પિતાની ફરજ છે. અને તે, અદા કર્યા વિના છૂટકો નથી. એમ નિશ્ચય કરીને વિવેકપૂર્વક, ખરેખર ધર્મ પ્રગતિ કાર્યોમાં મંડયા રહેવાની જરૂર છે, ધર્મ સેવા એજ જેનેનું ઉત્તમ કર્તવ્ય છે. દુનિયાના સઘળા મનુષ્યોને જનધર્મ ઉત્તમ લાભ આપવા સમર્થ છે. માટે આખી દુનિયામાં સાર્વભૌમ થવાને માટે જનધર્મ લાયક છે. આગબોટને ચલાવનારા કેપ્ટન જે હથીયાર હોય છે. તો આગબોટને ઈચ્છિત સ્થાનમાં પહોંચાડે છે. તે પ્રમાણે જૈનધર્મનો ફેલાવો કરનારા મહાત્માઓ દેશકાલના જ્ઞાતાઓ અને ગીતાર્થો હોય છે, તો જૈનધર્મની અપૂર્વ મહત્તાને, લાભ ખરેખર આખી દુનિયાને આપવા સમર્થ બને છે. ધર્મના પ્રવર્તકો પરસ્પર હળીમળીને જૈનધર્મને સામાન્ય ઉપાયોના સિદ્ધાન્તોને ફેલાવવા પ્રયત્ન કરે તે ખરેખર તેનો લાભ આગળના અર્થાત ભવિષ્યના મનુષ્યોને પ્રાપ્ત થઈ શકશે. અન્યધર્મની ખૂબીઓ કરતાં જૈનધર્મનાં તત્ત્વોની ખૂબીઓ ઉત્તમ છે, એમ જેનોએ દુનીઆને દેખાડવું જોઈએ. જેનધર્મની સેવા કરવાથી પિતાના આત્માની શુદ્ધતા થાય છે. માટે સર્વ જૈનએ હવે જાગૃત થઈ કાર્યમાં પ્રવૃત્ત થવું જોઇએ.
સંવત્ ૧૯૬૮ ના વૈશાખ સુદિ ૪ રવિવાર તા. ૨૧-૪-૧૨ પાદરા.
જેનશાસનની પ્રભાવના રાખનારા મુનિવરેએ, અષ્ટાંગ યોગની, આરાધના કરવી. જેનશાસ્ત્રોની રેલી પ્રમાણે પર્વતની ગુફાઓ અને નદીઓના કાંઠામાં યોગ્ય વ્યવસ્થાપૂર્વક રહીને આત્માની, લબ્ધિને પ્રગટાવવા પ્રયત્ન કરવો. સૂરિમંત્ર અને વર્ધમાનવિદ્યા વગેરેની , એકાંત ગુફા વગેરે. પવિત્ર સ્થાનોમાં અમુક કાળપયત રહીને. આરાધના કરવી. હદ્યોગના પ્રાણાયામાદિ ભેદો, તથા સમાધિવડે મનની સ્થિરતા સાધવાથી ધારેલાં કાર્યો સિદ્ધ થાય છે, ત્રાટક વગેરેની પૂર્ણ સાધના કરનારા યોગીઓનો પ્રભાવ ખરેખર અન્ય મનુષ્યો અને પશુઓ ઉપર પણ પડે છે. મંત્ર યોગીઓ ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે જૈનધર્મની પ્રભાવને કરવા શક્તિમાન થાય છે. પણ હઠયોગ વડે મનને તાબામાં કરવામાં આવે છે તે મંત્રની સિદ્ધિ
For Private And Personal Use Only