________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
સંવત ૧૯૬૮ ની સાલનાવિચારે.
તેઓ જડ વ્યવહારી અવબોધવા, વ્યવહાર અને નિશ્ચયનયના એકાંત રાગી ભિન્ન રાગી થઇને ખંડનમંડનમાં પડવાથી કાંઈ વળવાનું નથી. વ્યવહાર અને નિશ્ચયનય એ બે નયોની શ્રદ્ધા ધારીને સત્ય, પ્રમાણિકતા, વગેરે સદ્ગુણથી ઉચ્ચ જીવન બનાવવું જોઈએ. કોઈ વ્યવહાર વ્યવહાર કર્યા કરે પણ વ્યવહાર માનીને નીતિના સગુણોથી આત્માને ઉચ્ચ ન બનાવે તે તેનું કંઈ વળવાનું નથી. નિશ્ચય નિશ્ચય કર્યા કરે પણ જેઓ નીતિ આદિના સણથી પિતાના આત્માને ઉચ્ચ બનાવતા નથી, તેઓ નિશ્ચયનયન એકાન્ત પક્ષ ગ્રહણ કરીને આત્મહિત સાધી શકતા નથી. આત્માના સદ્ગુણેને પ્રકાશ કરવામાં પ્રવૃત્તિ કરવાથી મનુષ્ય ખરેખરો આરાધક થઈ શકે છે. જે મનુષ્ય સદગુણોને ધારણ કરે છે તેને વ્યવહાર બોલ્યા વિના પણ શોભી શકે છે. સત્ય, શુદ્ધ પ્રેમ, ભકિત, દયા, પરોપકાર વગેરે ગુણેને ખીલવવા પ્રયત્ન કરે જોઈએ. માર્ગાનુસારીના ગુણો ધારણ કરવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. માર્ગાનુસારીના ગુણોનું ઠેકાણું ન હોય અને સમ્યકત્વ ગુણની આગળનું અભિમાન ધારણ કરવું તે ખરેખર યોગ્ય નથી. સર્વ ગુણેની પહેલાં ભાનુસારી ગુણો પ્રાપ્ત કરવાની જરૂર છે. પ્રથમ માર્ગાનુસારી ગુણેને ઉપદેશ દઈ મનુષ્યને ગ્ય બનાવ્યા બાદ સમ્યકત્વાદિ ગુણ માટે આદર કરાવવો.
સંવત ૧૯૬૮ ચિત્ર વદિ ૦)) બુધવાર, તા. ૧૭-૪-૧ર પાદરા.
ક્ષણભંગુર એવા મનુષ્ય શરીરને રિસો નથી. પાણીના પરપોટા જેવી મનુષ્ય જીદગી છે. હજારો વિદનેથી મનુષ્ય જીંદગી ખરેખર ભય યુક્ત છે. સંસારની અસારતાનો વિચાર કરવાથી ખરો માર્ગ સુજે છે. આ દુનિયામાં કોઈનું શરીર સદાકાલ રહેતું નથી; મરણને ભય માથે જા. ણીને પ્રમાદદશાથી મુક્ત થઈને હે ચેતન ! હવે ધર્મની આરાધના કર. ધર્મની આરાધના કર. ધર્મની આરાધના કર. કાલ કરવાનું હોય તે આજ કર. એક શ્વાસ પણ તું નકામો ગાળ નહિ. મનુષ્ય જીંદગીમાં ધર્મની જેટલી કમાણી કરવી હોય તેટલી કરી શકાય છે. જેની કિસ્મત થાય નહિ, એવા મન વાણી અને કાયાને વેગને હે આત્મન ! તું ધર્મ વ્યાપારમાં
For Private And Personal Use Only