________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૫૫
સાત્વિગુણ ભકિત ખરેખર અનન્તગુણ ઉત્તમ છે. પરમાત્માના ગુણોની સાથે એકતાનતારૂપ ભકિત પ્રકટવાથી હૃદયરૂપ ક્ષેત્રમાં શુદ્ધ પ્રેમરૂપ પુષ્કરાવર્ત મેઘની વૃષ્ટિ થાય છે, અને તેથી હૃદયક્ષેત્રમાં અનેક સદ્ગુણરૂપ વૃક્ષો પ્રકટી નીકળે છે. ઉત્તમ ભકિતરૂપ વૃષ્ટિની ધારા ખરેખર હૃદયક્ષેત્રમાં થાય અને હૃદયમાં ગુણો ન પ્રકટે એમ બને નહિ. જેના હૃદયરૂપ ક્ષેત્રમાં ઉત્તમ જ્ઞાન, સત્ય આદિ અનેક ગુરુક્ષે ઉગી નીકળ્યાં હોય તો તે વડે જાણવું કે તેના હૃદયમાં ઉત્તમ પ્રભુ ભકિતની વૃષ્ટિ થઈ છે. પરમાત્માના અનેક ગુણનું જ્ઞાન કરીને પરમાત્માના અનેક ગુણો આત્મામાં પ્રકટાવવા ઉધમ કર. એજ પરમાત્માની આજ્ઞા રૂ૫ ભક્તિના અમે ઉપાસક છઈએ.
સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુદિ ૧૨ શનિવાર તા. ૩૦-૩-૧૨ પાદરા.
સમ્યગદષ્યિ જીવને સંશય વિપર્યય અને અધ્યવસાય છે તે પણ જ્ઞાનરૂપજ છે. સંશયને કથંચિત્ ઈહામાં સમાવેશ કરવામાં આવે છે. મિથ્યાદષ્ટિ બવ શો અપરાધ કર્યો છે કે જેના સંશય, વિપર્યય અને અનધ્યવસાય અજ્ઞાનરૂપ ગગી શકાય? શ્રી વિશેષાવશ્યક ભાષ્યની ૩૧૯ મી ગાથામાં મિથ્યાષ્ટિનું સર્વ જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે એમ જણાવ્યું છે. તે ગાથા તથા ૩૨૦ મી ભાષ્યની ગાથાનું મનન કરતાં સમ્યગૃદૃષ્ટિને સંશય વગેરે થાય છે એમ જણાવ્યું છે.
तथा च तद्गाथा. सदसदविसेसणाओ भवहेउ जहिच्छिओवलंभाभो નાગઢમાવા મિિિા અન્નri ૩૨૨ . एगं जाणं सव्वं जाणइ, सव्वं च जाणमेगंति। इय सव्वमयं सव्वं, सम्मदिहिस्स जं वत्थु ॥ ३२० ॥
અજ્ઞાની સંત અને અસત અનંત ધર્મ વડે યુક્ત પદાર્થને જાણી શકતો નથી. તે સંસારના હેતુઓને પણ સમ્યગ અવબોધી શકતો નથી. મુકિતના હેતુઓને પણ સમ્યપણે અવબોધી શકતો નથી. એક આત્મામાં અનંત અસ્તિ ધમ રહ્યા છે અને અનંત નાતિધર્મો રહ્યા છે. તેથી એક આત્મા સ્વ અને પર પર્યાય વડે સર્વ જગતમય છે. એક
For Private And Personal Use Only