________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૬૮ ની સાલના વિચારે.
૨૪૮
૧
+ +
+,
-
-
-
સ્થાનમાં શુભ લેસ્થાનાં પ્રલે ખય હેય છે. તેથી ત્યાં જનારાઓને ઉત્તમ ભાવનામાં તે પુદગલની સહાય મળે છે.
સંવત ૧૯૬૮ ચિત્ર સુદિ ૬ રવિવાર, તા. ર૪-૩-૧૨ પાદરા.
નીતિના સદ્દગુણો વિના આચાર અને વિચારની શુદ્ધિ રહેતી નથી. પ્રમાણિકતાથી પ્રવૃત્તિ કરનાર મનુષ્યના મનમાં શુભ લેસ્યાને ઉદય થાય છે. મનોદ્રવ્યનું સમયે સમયે ગ્રહણ થાય છે. અનંત મદ્રવ્યને જીવ સમયે સમયે ગ્રહણ કરે છે અને છેડે છે. પ્રામાણિક નીતિ વગેરેના સર્ણણથી ઉત્તમ મનોદ્રવ્યનું ગ્રહણ, આત્મા કરે છે. અને અશુભમનેદ્રવ્યને ત્યાગ કરે છે. શુકલ લેસ્યાના પરિણામ પણ ઉત્તમ નીતિના સમુ વિના હેઇ શકતા નથી. જેનો અનીતિમય આચાર છે તેના મનમાં શુભ લેસ્થાને સદ્ભાવ નથી. એમ અનુમાન થાય છે તેમજ તે અશુભ કૃષ્ણ લેસ્થાના પરિણામને તેમજ અશુભ લક્ષ્યાજનક મને દ્રવ્યને સમયે સમયે ગ્રહણ કરે છે એમ જાણવું. અશુભ મનોદ્રવ્ય ગ્રહણ કરેલાં આત્માના નીચ પરિણામની પરંપરા વધારવાને માટે સમર્થ થાય છે. હડકાયા કુતરાના વિષની પેઠે અશુભતરમનોદ્રવ્યની પરંપરા અશુભ વિચારેને ઉત્પન્ન કરવા સમર્થ બને છે. અનીતિના આચાર અને વિચારોથી પિતાના આભાને હાનિ થાય છે એટલું જ નહિ કિન્તુ અનીતિના આચારો અને વિચારોથી સરોવરમાં નાંખેલા પત્થર જેમ આખા સરોવરમાં તરંગને ઉત્પન્ન કરે છે તેમ સંબંધમાં આવનાર તથા પરંપરાએ થોડી ઘણી અસર, આખી દુનિયાને થયા વિના રહેતી નથી. અનીતિના વિચારોને ત્યાગ કરવાથી પિતાના આત્માનું હિત થાય છે અને આખી દુનિયાનું હિત પણ પરંપરાએ થોડું ઘણું કરી શકાય છે. નીતિના સદગુણોથી એક મનુષ્ય દેવતાઈ તેજની પેઠે જગતમાં પ્રકાશ કરી શકે છે, જેથી ધર્મના ઉપાસકોમાં નીતિના સગુણથી પિતાના આચારો અને વિચારને એવા સુંદર કરવા જોઈએ કે તેઓનું ગૃહસ્થ વા સાધુજીવન ખરેખર નિર્મલ આદર્શની પેઠે દુનિયાને પિતાના સગુણેની વૃદ્ધિમાં સહાયકારી થઈ પડે.
32
x
For Private And Personal Use Only