________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર.
૧૩
તેમની સેવા કરનાર શદ્ર અર્થાત સેવક વર્ગ છે. ઉદરમાં જે જે આહાર નાખવામાં આવે છે તેનો ભાગ સમને મળે છે તદ્દત વૈશ્ય વર્ગને જે જે વ્યાપારાદિમાં લાભો પ્રાપ્ત થાય છે તેના ભાગો ખરેખર અન્ય વર્ણોને પ્રાપ્ત થાય છે. ઉદર સમાન વિષ્પ વના શીર્ષ પર અન્યાંગોને પિષવાને મહા ભારી બોજો પડેલો છે. વૈશ્ય વર્ગની તેના કર્તવ્ય પ્રમાણે જેટલી મહત્તા છે તેટલી અન્ય ત્રિવર્ગની છે. વિશ્વમાં શૂદ્ર અર્થાત સેવક વર્ગ વિના કદિ ચાલી શકતું નથી. ધર્મના બંધારણથી બંધાયેલી કોમમાં શૂદ્ર વર્ગ વિના ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. બાલકની બાલ્યાવસ્થામાં જેમ માતા પિતા સેવા ઉઠાવે છે તેમ શ૮ વર્ણ પણ અન્ય ત્રણ વર્ગની માતૃ દૃષ્ટિએ સેવા ઉઠાવે છે અને ધર્મ તથા રાજ્યના વ્યવહારમાં ઉપયોગિતાનો પાઠ ભજવી શકે છે. શુદ્ધ વર્ગ નીચ છે એમ અન્ય વર્ગોએ માનીને તેને જ્ઞાનાદિકનો લાભ જે અન્ય વર્ણ ન આપે તો પિતાની ઉન્નતિ પર કુહાડો મારનાર બ્રાહ્મણદિ વર્ગ છે એમ નિશ્ચયતઃ અવધવું, ક્ષત્રિય વર્ગ તરફથી સંરક્ષકતાનો લાભ ખરેખર શદ્ર વર્ગને મળવો જોઈએ, બ્રાહ્મણ તરફથી જ્ઞાનનો લાભ મળે જોઈએ, અને વૈશ્ય વર્ગ તરફથી પિષણતાનો લાભ ખરેખર શોને મળવા જોઈએ. સેવક વર્ગ જ્ઞાન, સંરક્ષક અને પિષણત્વ એ ત્રણ લાભને યથાયોગ્ય ત્રણ વર્ગ તરફથી પ્રાપ્ત કરે તે તે સ્વાન્નતિની સાથે બ્રાહ્મણદિ વર્ગની યથાયોગ્ય સેવા કરવાને શકિતમાન થાય છે. કોઈ અપેક્ષાએ મગજના કરતાં પણ પ્રથમ પૂજાય છે. અર્થાત્ કથ્ય સારાંશ એ છે કે બ્રાહ્મણ કરતાં સેવક વર્ગ સેવાના કૃત્યથી વિશ્વમાં પ્રથમ પૂજવા ચોગ્ય થાય છે. પગે તાપ લાગવાથી જેમ મગજને હાનિ થાય છે તત સેવક વર્ગ અર્થાત્ વિશ્વમાં સર્વ મનુષ્યની અનેક પ્રકારે સેવા ઉઠાવનાર વર્ગની હાનિ થતાં શીર્ષ સમાન જ્ઞાનિ વર્ગની હાનિ થાય છે. જગતનું શ્રેય કરવાના જે જે સેવામાર્ગો છે, તે તે સેવામાર્ગોમાં પ્રવૃત્ત થનાર સેવક વર્ગના આધારે બાકીના ત્રણ બ્રાહ્મણાદિ વર્ગ ઉભા રહી શકે છે. પાકના અભાવે પેટ, હસ્ત અને શીર્ષ જેવી રીતે સ્વકાર્ય કરી શકતાં નથી, તદન્ ધર્મ કર્મ આદિ સર્વ શુભ માર્ગની સેવા કરનાર સેવક વર્ગ વિના બ્રાહ્મણદિ વર્ગની સ્થિતિ અવબોધવી. જ્ઞાનિવર્ગ વિના સેવક અબ્ધ છે અને સેવકવર્ગ વિના જ્ઞાનિવગ ખરેખર પંગુ છે. જ્ઞાનિવર્ગ અને સેવકવર્ગ એ બને પરસ્પર સંપીને ચાલે છે તો બન્નેનું જીવન નભી શકે છે. સેવક વર્ગ કંઈ નીચ નથી. સેવક વર્ગ એ
18
For Private And Personal Use Only