________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૩૦.
પૂજા હેતુ.
પૂજનું નિમિત્ત પામીને પ્રભુના હૃદય ગુણ સ્મરણ કરવાને ભાવ પ્રગટ થાય છે. છદ્મસ્થાવસ્થામાં શ્રીપ્રભુના હૃદયમાં જેવી વિરાગ્ય દશા હતી તેવી પ્રાપ્ત કરવાને માટે પ્રભુની પ્રાર્થના કરવી. છદ્મસ્થાવસ્થામાં મિત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારાગ્ય એ ચાર ભાવને શ્રીપ્રભુના હૃદયમાં પ્રગટી હતી તેવી આર ભાવનાએ પોતાના હૃદયમાં પ્રગટાવવાને માટે પ્રભુનું હૃદય પૂજતી વખતે દઢ સંકલ્પ કરવો. છદ્મસ્થાવસ્થામાં પ્રભુના હૃદયમાં જે શુદ્ધ પ્રેમ હતો તે પ્રેમ ધારણ કરવા માટે હે પ્રભો ! હું તમારા હૃદયુનું અનુકરણ કરું છું. હે પ્રભો ! તમોએ સર્વ જીવોને શાસન રસી બનાવવાની ભાવના હૃદયમાં ભાવી હતી તેવી ભાવના હે પ્રભે ! તમારું હૃદય પૂછબિ ભાવું છું. હે પ્રભો છદ્મસ્થાવસ્થામાં તમારા હદયમાં જેવી દયા હતી તેવી દયાને ધારણ કરવા માટે હું તમારા હૃદયને પૂછું છું. હે પ્રભો તમારા હૃદયની ગંભીરતા પ્રાપ્ત કરવા માટે હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભો ! તમારા જેવી નિઃસંગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભે ! તમારા હૃદયની સરલતા પ્રાપ્ત કરવાને માટે હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભે તમોએ દીક્ષા અંગીકાર કરીને હૃદયમાં નિર્ચન્ય દશાના ગુણો પ્રગટાવ્યા તેવા ગુણ મારા હૃદયમાં પ્રગટાવવાને હું તમારા હૃદયને પૂજું છું. હે પ્રભો આપના હૃદયમાં કેવલ જ્ઞાનરૂપ સૂર્ય પ્રગટયો તે મારા હૃદયમાં કેવળજ્ઞાન રૂપ સૂર્ય પ્રગટાવવાને હું આપના હૃદયની પૂજા કરું છું.
પ્રભુના હદયની પૂજા કરતી વખતે પ્રભુના હૃદયની સાથે પિતાના હૃદયનું ઐય કરવા ભાવના રાખવી. પ્રભુના હૃદયને અનેક ગુણનું મન્દિર માનીને તેમાં પ્રવેશ કરીને પ્રત્યેક ગુણનું અત્યંત પ્રેમથી સ્મરણ કરવું અને પ્રત્યેક ગુણ પોતાના હૃદયમાં પ્રગટે એવો દઢ સંક૯૫ કરો. પ્રભુનું હદય પૂજતાં મારું હૃદય શુદ્ધ થાય છે એવી ભાવના ભાવવી. પ્રભુના હૃદયમાં પિતાનું મન જોડીને તલ્લીન બની જવું. મારા હૃદયની શુદ્ધિ કરવા માટે જ પ્રભુના હૃદયનું આલંબન ખાસ ભારે કરવું જોઈએ. પ્રભુના હૃદયનું ધ્યાન ધરતાં પ્રભુના હૃદયને પૂજતાં મારું હૃદય પણ અભ્યાસ બળે અને એવું થશે એવો દઢ વિશ્વાસ ધારણ કરે. પ્રભુના હૃદયને ગુણો સ્મરતાં, ગાવતાં મારા હૃદયમાં ગુણો પ્રગટ થવાના જ. કારણ કે ધ્યેય જેવું હૃદય બની જાય છે. હે પ્રભો ! તમોએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગી આદિ ગુણને હૃદયમાં ધારણ કરીને પરમાત્મ
For Private And Personal Use Only