________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
औपदेशिक.
સંવત ૧૯૬૭
वडनी अन्योक्ति.
એક મનુષ્ય એક દિવસ કેટલીક સાંસારિક ઉપાધિથી થાકીને વડના ઝાડ તળે વિશ્રામ લેતો હતો અને પિતાના આત્માને ધિક્કારતો હતો. તેને અનેક વિદને નડયાં હતાં તે ગળે પાસે ખાવા લાગે ત્યારે તેને વડે કહ્યું કે હે ભલા મનુષ્ય ! અનન્ત રત્ન ચિંતામણિ કરતાં પણ દુર્લભ એવી તારી જીદગીનો વ્યર્થ કેમ નાશ કરે છે? હું ઝાડ થઈને દુઃખ સહન કરૂં છું ત્યારે લોકો મને વડ કહે છે. વડનું મોટું ઝાડ હું થાઉ છું છતાં ખારૂં બીજ ન્હાનું છે. તેમજ જડલોકો મારાં કાળાં કાપી નાખે છે, મૂખ વાનરે મારો આશ્રમ લેઈને વ્યર્થ મારાં પાંદડાં તોડી નાખે છે, મારી વડવાઈઓને લો કાપી નાખે છે, કાગડા અને ગીધ જેવાં પંખી મારા ઉપર બેસે છે, ઉન્હાળાના પ્રખર તાપ સહન કરવો પડે છે, ચોમાસામાં મેઘની ધારાઓ અને વાયુના સંણ હુમલાઓ સહન કરવા પડે છે, પિશ માસની સખ ટાઢ બોલ્યા વિના સહેવી પડે છે, કેટલાક હારૂં અપમાન કરે છે, કેટલાક મારી છાલ કાઢે છે; આવાં આવાં અનેક દુઃખ સહન કરીને લોકોને છાયા આપું છું; પાંદડાં આપું છું: લાકડાં આપું છું ત્યારે લોકોએ છેવટે મારા ગુણના અનુસારે મારું નામ વડ પાડયું છે. હે મનુષ્ય ! તું દુનિયાથી કેમ કંટાળે છે? અને મૃત્યુના કેમ વિચારો કરે છે ? તેથી કંઈ તું સુખી થઈ શકે નહિ માટે મારી પેઠે દુઃખ સહન કર ! અને તારી ફર્શ પરમાર્થ બુદ્ધિથી બજાવ્યા કર ! દુનિયાના માન અને અપમાનને મૂંગે મોઢે સહન કર ! અને તારા ગુણોની પરીક્ષા થશે.
घडानुं दृष्टांत.
વડના થડમાં માતાજી નામે પૂજાયેલ એક ઘડે હતા તે પેલા મનુ ષ્યને કહેવા લાગ્યું કે હે મનુષ્ય ! તું મહાન આત્મા થઈને કેમ કંટાળી
For Private And Personal Use Only