________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
અપેક્ષાએ જૈન ધર્મને માનનારાઓ ઘણું બની શકે. વ્યવહારનયના પણ ઘણું ભેદ છે. જે જે દૃષ્ટિએ જૈન બને છે તે તે દૃષ્ટિએ તેને જૈન માનવો. ગમે તે નયની અપેક્ષાએ જૈન બનનાર મનુષ્યને આગળ ચડાવવા પ્રયત્ન કરો. કૂ દવાથી પાણી નીકળે છે. સુકાઈ ગએલી નદીમાં પણુ વૈડે ( વરડો ) ખોદવાથી પાણી નીકળે છે. કૂળની અપેક્ષાએ પણ જેઓ જૈને હોય પણ જૈન ધર્મ ન જાણતા હોય તેઓને જૈન ધર્મ જણાવો પણ તેઓને નિન્દવા નહીં. જૈન બનનારના આત્મામાં જે જે ગુણે અધુરા હોય તે તે પૂર્ણ કરાવવા પ્રયત્ન કરાવવો. નાના બાળકોની પેઠે અજ્ઞ જેનોને સુધારવા અને આગળ વધારવા પ્રયત્ન કરે. જેઓને કારણ સામગ્રી પાસે છે તેઓને કારણે સામગ્રીના ગુણો સમજાવીને કાર્ય તરફ ખેંચવા. જૈન ધર્મ પ્રાપ્ત કરવાની કારણે સામગ્રી જ્યાં જન્મ લેવાથી મળે છે તે પણ મહા પુણ્યની વાત જાણવી, જેનેને જૈન ધર્મ પ્રાપ્ત કરવાની કારણ સામગ્રી મળી હોય તેઓને બોધ આપીને જાગ્રત. કરવાની જરૂર છે. જૈન ધર્મના પ્રવર્તકમુનિવરો વ્યવહારનયની અપેક્ષાએ અનેક કારણો વડે જૈન ધર્મ પ્રવર્તાવવાનું સમજે છે અને તેથી તેઓ દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવથી જૈનો બનાવવાને માટે પ્રયત્ન કરે છે. જે જેનો વ્યવહારથી બનેલા હોય છે, તેઓને શ્રુત-વ્રતાદિવડે ખરા જેને બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. ઘટ બનાવ્યા પશ્ચાત જલ ભરવાથી તે જેમ શોભી શકે છે તેમ વ્યવહારથી કહેવાતા જૈને પણ યથાશકિત ગુણોને પ્રાપ્ત કરીને ઉત્તમ જૈને તરીકે શોભી શકે છે.
જૈન ધર્મની ઉત્તમતા જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ વિશેષ પ્રકારે અનુભવાય છે. જૈન ધર્મના આચારે અને વિચારોને ફેલાવો કરવા માટે જન્મ ધારણ કર્યો છે. જૈન ધર્મના આચારે અને વિચારોથી આખી દુનિયાને લાભ થઈ શકે તેમ છે. જૈન ધર્મ પાળનારાઓ જે જૈન ધર્મનાં તો પરિપૂર્ણ અવધે તો ખરેખર તેઓ દુનિયાને મનુષ્યોને અપૂર્વ લાભ આપે એવા ઉપાયો રચી શકે. હવે ચાર ખંડના મનુષ્યાનું પરસ્પર મિલન થવા માંડયું છે. સત્યને ગ્રહણ કરવા તરફ લોકોની અભિરૂચિ - ધવા માંડી છે. પાણીયારાના મુનસીની પેઠે જૈન ધર્મ પાળનારાઓને હવે વર્તવાને સમય રહ્યા નથી. હવે તો સત્યની ગર્જના કર્યા વિના કોની આગળ ફાવી શકાય તેમ નથી, ધમને બાણ કરતાં અધિક માનીને ધર્મની
For Private And Personal Use Only