________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : આ શ્લોકમાં, અનુકંપાદાન બાદ હવે ભક્તિદાનનું સ્વરૂપ જણાવે છે.
ભક્તિ એટલે સંસારને પાર પામવાની ઇચ્છાથી સુપાત્રમાં દાન કરવારૂપ જે પ્રવૃત્તિ તે જ વાસ્તવિક ભક્તિ છે. - પૂજ્યને આરાધ્ય માનીને તેમની પાસેથી જ્ઞાન લેવું તે પણ ભક્તિ છે. પવે મેળવેલા જ્ઞાનનું પુનઃ પુનઃ સ્મરણ કરવું. જ્ઞાન-દર્શનના વિષયમાં કઈ શંકા ઉત્પન્ન થાય તે તેમને વિનય અને બહુમાનપૂર્વક પૂછવું, તેની યોગ્ય ચર્ચા કરવી. અને તે વસ્તુને નિશ્ચય (તત્વ અંગે નિર્ણય) કરવો. નવું નવું શ્રત આદરપૂર્વક ભણવું... તથા દેવ-ગુરુ અને ધમને વિષે અનન્યપણે દઢ પ્રીતિ રાખવી.
આરાય એવા ગુરુની આરાધના કરવી. પિતાની શકિત પ્રમાણે તેમનું બહુમાન અને તેમના પ્રત્યે પ્રેમ ધારો, આરાધક એવા સદગુરુને આચાર્ય, ઉપાધ્યાય, ગણ, તપસ્વી ધ્યાન, જપકારક, શાસ્ત્રાભ્યાસમાં રક્ત અને ગુરુ વગેરેની વૈયાવચ્ચમાં તત્પર સાધુઓ પણ ગુરુ-સ્થાને છે તેમ સમજીને, સુપાત્રરૂપે તેમની ભકિત અને બહુમાન તથા સત્કારપૂર્વક દાન આપવું. આ બધું જ ભક્તિસ્વરૂપ છે. , વળી ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ પણું બહુ આદરપૂર્વક, ગૌરવ પૂર્વક કરવામાં આવે છે તે પણ સેવા સ્વરૂપ જ છે.
આ રીતે સુપાત્રને પ્રીતિપૂર્વક, ગૌરવપૂર્વક અને એકાગ્રતાપૂર્વક, સમયને ઓળખીને જે દ્રવ્ય આપણી પાસે હેય તે આપવાથી અતિ જૂનાં ચીકણું એવા કર્મો પણ નષ્ટ થાય છે. આવું અપૂર્વ સામર્થ્ય આ સુપાત્રદાનના ધર્મમાં છે. આથી જ તન-મનની એકાગ્રતાપૂર્વક દનક્રિયા કરવી જોઈએ.
[૮]
www.kobatirth.org
For Private And Personal Use Only