________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. સૂરિપુરન્દર જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સાતમા અષ્ટકમાં આ વાતને જણાવે છે :
किच दानेन भोगाप्तिस्ततो भवपरम्परा । धर्माधर्मक्षयान्मुक्तिर्मुमुक्षोनष्ट मित्यदः ॥१६॥
અર્થ વળી જે દાન કરાય તેનાથી પુણ્ય બંધાતાં ભેગની પ્રાપ્તિ થાય છે ને તેનાથી સંસારની પરંપરા વધે છે. ધર્મ અને અધમ બનેનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. તેથી સૂક્તિની ઇચ્છાવાળાને પુણ્યના કારણરૂપ દાન ઈષ્ટ નથી.
વિવેચન : જે મુક્તિ અભિલાષી છે તેણે દાન કરવાનું કોઈ પ્રયજન નથી કારણ કે અનુકંપા અગર ભક્તિથી કરતું દાન શુભ પરિણામથી જનિત હોવાથી તેના ફળરૂપે દેવપણું, ધનાઢયપણું ઈન્દ્રપણું, નાગેન્દ્રપણું, ચક્રવતીપણું અને બીજા પણ વિષયસુખનાં સાધનની પ્રાપ્તિ થાય છે. આ બધા વૈષયક સુખે તો મોહની પરંપરાને પેદા કરનારાં છે. એના કારણે તિયચ-મનુષ્ય-દેવ અને નારક આ ચાર ગતિમય ભવપરંપરા વધે છે. જન્મ, મરણ અને જીવનની ઘટમાળનું ચક્ર વધતું જ જાય છે
મેલના અભિલાષી આત્મા માટે તો આ રીતે ભવ. પરંપરાની વૃદ્ધિ અત્યંત અનિષ્ટરૂપ છે સમ્યફવિના પાંચ લક્ષણની સજઝાયમાં પણ જણાવ્યું છે કે : સુર-નર-સુખ જે દુખ કરી લેખ,
વ છે શિવ સુખ એક સુગુણનર!
[૩૧]
www.kobatirth.org
For Private And Personal Use Only