________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચ મહાવ્રતધારી સાધુ શાતા વેદનીય એવા પણ પુણ્યબંધને ન ઇછે. ગોચરી વાપરતા સાધુઓને જોઈને બીજા ધર્મના સંન્યાસી કે ભિક્ષુક ભૂખ્યા હોય તે કદાચ યાચના (માગણી કરે અને જે સાધુ ન આપે તે યાચકનું મન દુ:ખી થાય, તેને માનસિક પીડા થાય તેમ જ સાધુ પ્રત્યે દેવ પણ જાગે. અને જે આપે તે પુણ્યબંધ થાય. આ બંને પરિસ્થિતિ સાધુને ઇષ્ટ નથી
આ બને બાબત ન બને તે માટે જ સાધુ એકાંતમાં ગોચરી કરે છે.
આ જ શંકાને વધુ સ્પષ્ટ કરે છે : दीनादिदाने पुण्यं स्यात्तददानं च पीडनम् । શક્યો પાકતીરે, શાસ્ત્રાર્થથ ૨ વાઘેનમ ૨૧
અર્થ : દીન વગેરેને દાન કરતાં પુણ્ય થાય, અને ન આપતાં તે જીવને મનમાં પીડા થાય શક્તિ હોવા છતાં બીજાની પીડાને જે અપ્રતીકાર કરો (દૂર ન કરે શાસ્ત્રના અર્થને ઘાત થાય છે.
વિવેચન : જેઓ યાચના કરી રહ્યા છે એવા દીન અનાથ અને રંક વગેરેને અનુકંપાથી દાન આપવામાં આવે તો પુણ્ય બંધ થાય છે. જેના હૃદયમાં અનુકંપા છે તેવા આત્માઓ યાચકને દાન કર્યા વગર કદાપિ ભજન કરતા નથી.
જે મનના પરિણામને ધૃષ્ટ (નઠોર) બનાવીને કયારેક રંક વગેરેને ભોજન દાન કરવામાં ન આવે તે તે જીવને પીડા થાય છે. તેથી દાન ન આપનારા પ્રત્યે અપ્રીતિ પણ
[૨૮]
www.kobatirth.org
For Private And Personal Use Only