________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાદ પડે ત્યારે ચોગ્ય સમયે ખેડૂત અન્નના કણને પણ વાવે તે તે ઘણું અનાજ પેદા કરી આપે. પણ વરસાદ થયા વગર, અથવા તે વરસાદની ઋતુ ન હોય તેવા સમયે (અગ્ય સમયે) ખેડૂત કરે છે અન્નકને વાવે તેય તેનો કોઈ અર્થ નથી. તેની તે મહેનત બધી નકામી જાય. - આ રીતે યકાળે જે દાન અપાય તેની જ કિંમત છે.
આથી જ શાસ્ત્રો એમ જણાવે છે કે, જે અવસરે જે જે હોય તે રીતે અનુકંપા વગેરે કરવી જોઈએ. અવસરે કરેલું યોગ્ય દાન તે મહાન ફળને આપનારું થાય છે.
અનુકંપા-દાનની પ્રધાનતા ભગવંતના દષ્ટાત દ્વારા સમર્પિત કરે છે:
धर्मांगत्व स्फुटीकतु, दानस्य भगवानपि । अत एव व्रतं गृहणन्, ददौ संवत्सरं वसु ।।९।।
અર્થ : અનુકંપાદાન એ પણ ધર્મનું એક અંગ છે. એ વાતને જગત સમક્ષ પ્રગટ કરવા માટે તીર્થકર ભગવતે એ પણ વ્રત ગ્રહણ કરતા પહેલાં એક વર્ષ સુધી સાંવત્સરિક દાન [સુર્ણ-રૂપ્યાદિનું દાન આપ્યું હતું.
વિવેચનઃ અનુકંપાદાન એટલે દીન-દુખિયાને ઐહિક દુખમાંથી મુક્ત કરવાની ભાવનાપૂર્વક, તેને જે સમયે જે વસ્તુની જરૂરિયાત હોય તેવા વપાત્ર-અનાનુિં દાન.
આવું દાન કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને નિર્મળ બુદ્ધિથી અપાયેલું હોય તે તે અલ્પ ડું) હોય પણ ઘણું લાભને કરનારું થાય છે.
[૧૯]
www.kobatirth.org
For Private And Personal Use Only