________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળનો આટલો પૂર્વ ઈતિહાસ નવા સભ્યને છેલ્લા ૩૮ વર્ષની મંડળની સ્થિતિને પરિચય કરાવવા પૂરતો જ આપ્યો છે.
બંધારણ ૧. આ મંડળનું નામ શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ રહેશે. ૨. અત્યાર પહેલાંનાં મંડળનાં શિલીક પુસ્તક, રોકડ શિલીક તથા નવી આવેલી રેકડ
રકમ આ મંડળની માલકીનાં ગણાશે. ૩. સંવત ૧૯૮૧ માં નોંધાયેલા એવા, જેમનાં લવાજમનાં નાણાં વસૂલ આવ્યાં હશે
(જેમને તેમની ભરેલી પુરી રકમનાં પુસ્તક અપાઈ ગયાં છે) તેઓ આ મંડળના સભ્ય ગણાશે. તેમ જ હયાત લાઈફ મેંબરે સભ્યો ગણાશે. તેઓ મંડળના મૂળ (ફાઉન્ડેશન–પાયા રૂ૫) સભ્યો હોવાથી તેઓ જે વર્ગ-(કલાસ)માં છે તેમાં જ
જૂના લાઈફ મેંબરો ગણાશે. ૪. મંડળની મુખ્ય ઐફિસ તા. ૩-૧૧-૩૫ ની શ્રીમાન શેઠ દેવચંદભાઈ કલ્યાણજીના
પ્રમુખપદે મળેલી જનરલ મીટીંગમાં થયેલા ઠરાવ પ્રમાણે હાલ પાદરા ખાતે છે તે
હવેથી મુંબઈ ખાતે રહેશે. ૫. હવેથી મેંબરોના પ્રકાર નીચે પ્રમાણે રહેશે –
રૂ. ૨૦૦૭ તથા તેના ઉપરની રકમ ભરનાર સભ્યો પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂા. ૧૦૦૦) તથા તેના ઉપરની રકમ ભરનાર સભ્ય બીજાવર્ગના પેટ્રન ગણાશે. રૂા. ૫૦૦) તથા તેની ઉપરની રકમ ભરનાર સભ્ય ત્રીજાવર્ગના પેટૂન ગણાશે. રૂા. ૨૫) તથા તેના ઉપરની રકમ ભરનાર સભ્ય લાઈફ મેંબર ગણાશે. રૂા. ૨૫ થી ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે. એક વખત ભરેલી રકમ ઉપરાંત ઉપલા વર્ગ માટેની ખુટતી રકમ પૂરી કરી
આપનાર ગૃહસ્થ ઉપલા વર્ગના સભ્ય બનવાને પાત્ર ગણાશે. ૬. લખી વાંચી જાણનાર કઈ પણ ૧૮ વર્ષની ઉમ્મરનાં ભાઈબહેન આ મંડળનાં
સભ્ય બની શકશે.
આ મંડળમાં કોઈ પણ સંસ્થા સભ્ય બની શકશે. તેમના તરકથી નીમાયેલા પ્રતિનિધિ
સભ્ય નં. ના સભ્ય ગણાશે. ૮. મંડળને હિસાબ ઓડીટ કરાવવામાં આવશે. ૯. મંડળના વહીવટ માટે નીચે પ્રમાણે હોદ્દેદારો તથા કમીટીઓ રહેશે.
પ્રમુખ, ઉપ-પ્રમુખ, ત્રણ સેક્રેટરીઓ, એક કેષાધ્યક્ષ તથા એક એડીટર. મેનેજીંગ
કમીટી ૨૦ સભ્યની રહેશે, જેમાંના પાંચ કષ્ટ કરવામાં આવશે. ૧૦. પ્રમુખ તમામ સભાઓમાં અધ્યક્ષ ગણાશે. તેમની ગેરહાજરીમાં ઉપ-પ્રમુખ પ્રમુખ
સ્થાન લેશે તેમ જ તેમની ગેરહાજરીમાં સભાના હાજર સભ્યો પિકી પ્રમુખ નીમી શકાશે.
For Private And Personal Use Only