________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૧૪૬
જેને જ તરતાં આવડે તે માલ પામે નવન, તરવું ન જો જગ આવયું તો વ્યર્થ જન્મ વગોવ. ૨૭૬ કુદરત ઘણી છંછેડીને, વિજ્ઞાનીઓએ શું કર્યું? પાશ્ચાત્ય લોકોએ અરે ! દેખે શું અંતર સુખ વયું ? ૨૯૬
પરભાતમાં પૂજે રવિ કંકુમ કિરણોએ તને ! પૂજાય ત્યાં આશ્ચર્ય શું ? પરમાર્થની મૂર્તિ બને? કુંકુમ કિરણ તવ જળ વિષે પડતાં જ શોભા બહુ થતી ' પરમાર્થ દેવીની અહો જાણે જ કરતાં આરતી. ૧૫
બે એકડા ભેગા મળે અગીઆર જગ કહેવાય છે, બંને નદી ભેગી મળે બળ પાણીમાં પ્રકટાય છે, ભેગા મળી બહુ જને ઘણી શકિત જગત માં મેળવે, ધાર્યા કરે કાર્યો ઘણાં શુભ સંઘશકિત કેળવે. ૩૭૭
ઉપકાર સાબરના ઘણું અવબોધી કે પૂજા કરે,
બહુ દોષ અછતાં કાઢીને દુર્જન ઘણા નિન્દા ભણે, ટીકા કરે બહુ જાતની મનમાનતી મનમાં છકી. નહીં લક્ષ્ય દેતી તે વિષે સમભાવ વણ બીજું નથી. ૩૬૧
સાચું ન છાનું જગ રહે, દરકાર કેની ના ધરે, નિન્દા સ્તુતિ પર લક્ષ્મ વિણ નિજ જીવન ફરજે અનુસરો. ૩૬૫
શ્રી સ્નાત્ર પૂજા–ગ્રંથાંક ૬૭. પૃષ્ટ સંખ્યા ૧૬. ભાષા ગુજરાતી–લીપી બાલાવબેધ. ક. ૦-૧-૦. રચના સંવત ૧૯૮૦.
જ્યારે જ્યારે મહાન્ તિર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે ઈન્દો ભક્તિભાવપૂર્વક પ્રભુનો જન્મોત્સવ કરે છે. તિર્થ કર ભગવાનના બાળ સ્વરૂપને દે મેરૂ પર્વત પર લઈ જાય છે ને ત્યાં સુગંધી દિવ્ય જળાભિષેક કરે છે. તે ભાવના લક્ષમાં રાખી સ્નાત્ર પૂજા રચાઈ છે. ઘણા પૂર્વાચાર્યોએ આવી નાત્ર પૂજાઓ રચી છે પણ આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરદેવની સ્નાત્ર પૂજા કોઇની રચેલી ન હોવાથી શ્રી સંઘના આગ્રડથી શ્રીમદે આ સ્નાત્રપૂજા રચી છે. લગભગ સાંપ્રદાઈક સાહિત્ય હોવાથી તે જૈન ધર્મના ભાઈઓના ઉપયોગની છે. તેમાં જુદા જૂદા રાગોમાં સ્નાત્રપૂજાના વિધિ વિધાન સ્તવનો વિગેરે સમાયેલાં છે. હેગ, કેલેરા, મહામારી કે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જેવા સમયે મંગલ-શાંતિતુષ્ટિ માટે આવાં સ્નાત્ર વિધિથી ભણવામાં આવે છે.
For Private And Personal Use Only