________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા અનેક ઉદાત્ત વિચારો-તત્વજ્ઞાન ભરપુર પત્રો વાંચકને સ્વજીવન માટે નૂતન માર્ગદર્શન આપી શકે છે. આજ ગ્રંથમાં સૌથી પ્રથમ પત્ર અતિ મૂલ્યવાન છે. શ્રીમદુના જીવનનું નવનીત છે. શ્રીમના આંતર પ્રદેશની નિર્મળતા–આત્મવિશ્વાસ–ચારિત્ર્યની પરમ ઉજવળતા વાચકને ભવ્ય માર્ગદર્શન કરાવનાર છે. તેમના માનવ સાધુ આચાર્ય તત્વજ્ઞચોગી આધ્યાત્મજ્ઞાની તરીકેની તેઓની ભૂમિકાનું દર્શન આ પત્ર કરાવે છે.
આ પત્ર શ્રી ગુરૂદેવે વિ. સં. ૧૯૮૧ ના ચૈત્ર વદી ૭ ના રોજ તેમના અનન્ય ભક્ત પાદરાનિવાસી વયેવૃદ્ધ વકીલ મોહનલાલ હીમચંદ એમના પર લખ્યો છે, જે તેમને છેલ્લો ઉપદેશ પત્ર છે, જેમાં સંસારની અસારતા, પિતાના નિકટ આવતા અવસાન માટેની મર્મભરી ચેતવણીઓ તથા સૌને મૃત્યુ મળે તૈયાર રહેવાની સૂચનાઓવાળો આ લંબાણ પત્ર છે. પોતાને માટે સ્વર્ગપંથની તૈયારી, તેમ જ તે સંબંધની પિતાને થતી આગાહીનું દર્શન આમાં કરાવી પોતાનું સ્વક્તવ્ય બજાવે છે. તેમજ ફરજ બજાવવા સૂચવે છે. પિતાનું કર્તવ્ય ( mission ) પૂર્ણ થયું હોઈ તે ટુંક સમયમાં જ પરલોકગમન કરવાના છે, તે સ્પષ્ટ જણાવી દે છે. તે પરથી તેમની આત્મિક શક્તિની પ્રતિતી થાય છે, અને સાચા આત્મજ્ઞાની
ગીઓ મૃત્યુ જેવા મહાભયને કેવી નિર્ભયતાથી અરે ! આનંદપૂર્વક ભેટે છે તેનું દર્શન થાય છે.
| મૃત્યુ એ જ્ઞાનીઓ માટે મહોત્સવ સમાન છે, મનુષ્યોને, એક વિદ્યાથી પરીક્ષા પાસ કરી ઉપલા વર્ગમાં ચઢે તેવા આનંદનું પ્રતિક છે, અને ઉન્નતિક્રમમાં આગળ વધવામાં સહાયક કારણભુત છે. વસ્ત્રપરિવર્તન સમાન શરીર બદલવાનું છે. આમ મૃત્યુને નિર્ભયતાપૂર્વક ભેટવાની–મૃત્યુને આવકારવાની–અનુભવવાની-માણવાની તૈયારી શ્રી ગુરુદેવે કરી હતી તે આ પરથી સ્પષ્ટ થાય છે. વિરલા આત્મજ્ઞાની–ત્યાગી-ખાખી શિવાય કેઈએ આવાં મૃત્યુનાં સહાસ્ય વદને સ્વાગત કર્યા જાણ્યાં નથી.
આ પત્રમાં પિતાનું જીવનકાર્ય પૂર્ણ થયું હોઈ સત્વર મહાપ્રયાણ થશે. મળવા, પ્રશ્ન પૂછવા, સંશયે નિવારવા તથા અંત સમયે નિકટ રહેવાની ઈચ્છાવાળાઓ હાજર થાય. આવા પત્રમાં નાના શહેરોમાં આવાં મૃત્યુ પ્રસંગે શું સાધન જોઈએ, શું કરવું ઘટે, આ સૌ નિર્દેશ આ પત્રમાં છે. આટલું લખ્યા પછી ગુરુદેવ હજારો ભક્તો-સાધુઓની હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક જેઠ વદી ૭ ના પ્રાત:કાળે રાજયોગમાં ચીરસમાધિ પામે છે. યોગીઓ શિવાય સ્વ-મૃત્યુ જાણવું, તેને માણવું–તેને જણાવવું એ અશકય છે. તેમના સ્વર્ગગમન પ્રસંગે મારકગ્રંથમાં વિસ્તારથી આપ્યા છે. મંડળે તે પ્રકટ કરેલ છે. 30 ધર્મ-નીતિબોધ
- આમાં ૨૨ ગ્રંથ છે. ૧ ગુરુષ, ૨ તીર્થયાત્રાનું વિમાન, ૩-૪ શ્રાવક ધર્મવરૂપ ભાગ ૧૨, ૫ જેનોપનિષદુ, ૬ શિષ્યોપનિષદ્, ૭ ગુણાનુરાગકુલક, ૮ કન્યાવિયનિષેધ, ૯ ચિન્તામણી, ૧૦ વર્તમાન સુધારે, ૧૧ જૈન ખ્રીસ્તી ધર્મને મુકાબલે, ૧૨ લાલા લજપતરાય
For Private And Personal Use Only