________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્યભાવે જેનાર શ્રાવક સમાજ ઉપરાંત કેટલા સુરીવર-સાધુઓ હતા તે જોઈએ –
શ્રી. બુટેરાયજી મહારાજ, શ્રી. વૃદ્ધિચંદજી મહારાજ, શ્રી. વિજયાનંદસુરિજી મહારાજ,શ્રી. મુલચંદજી મહારાજ, શ્રી. ગુમાનવિજયજી મહારાજ, શ્રી. રત્નવિજયજી મહારાજ, પં. શ્રી સિદ્ધિવિજયજી મ., પં.શ્રી પ્રતાપવિજયજી મ., પં. શ્રી. દયાવિમલજી, શ્રી. જાતૃચંદજી મ૦ શ્રી. મોહનલાલજી મ. શ્રી. નીતિવિજયજી મ. શ્રી. અમૃતવિમલજી મ. આદિ અનેક વિખ્યાત સંત-નોત્તમે તેમના સહવાસમાં આવ્યા હતા. તેમજ તેમના ચરિત્રને પ્રસંશતા. શ્રી. રાજેન્દ્રસુરીએ તેમના ચારિત્રની પ્રસંશા કરી હતી. શ્રી. વિજયાનંદ સુરીજીએ ખાસ મહેસાણુ પધારી શ્રી. રવિસાગરજી મહારાજના ચારિત્રની પ્રસંશા કરી હતી. મુનિરાજ મેહનલાલજી મહારાજ તે ખાસ તેમનાં દર્શન કરવા ભયણીથી મહેસાણા પધાર્યા હતા તથા તેમનાં દશનવંદન કરી પરમાનંદને પામ્યા હતા. શ્રી. પં. સિધિવિજયજી ખાસ છેવટનાં તેમનાં દર્શન લેવા ૧૫૪ માં મહેસાણા પધારેલા. પંજાબી તાર્કિક વિદ્વાન મુનિરાજ શ્રી. દાનવિજયજી મ૦ ની ગુરુશ્રી પર અખુટ શ્રધ્ધાભકિત હતાં. મુનિરાજ શ્રી કર્ષરવિજ્યજી તેમનાં દર્શન કરી તેમની પાસે મહેસાણામાં રહ્યા હતા. શ્રી. રવિસાગરજી મહારાજે કેવું ચારિત્ર પાળ્યું હશે અને કેવું જીવન વિતાવ્યું હશે, અને અન્ય સંઘાડાના મહાન શિરોમણી સાધુઓનાં દિલ કેવા અદ્ભુત પ્રેમથી જીત્યાં હશે તે વાચક જ કપી લેશે. ૪૭ વર્ષના દિક્ષા પર્યાયમાં ગુરુશ્રી કોઈ સાથે ઉંચેથી બોલ્યા નથી. અરે “ ચારિત્ર્યક્રિયા તે શ્રીમદ્ રવિસાગરજીની ” એમ અનેક સંઘાડાના ક્ષેત્રોના શ્રાવકો અને સાધુઓ આજે પણ એક અવાજે કહે છે.
આ મહાન જયોતિર્ધર શ્રી. રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રીમદ્ સુખસાગરજી મહારાજ. લંબાણ થવાના ભયથી ટૂંકામાં જણાવવાનું કે શ્રી. રવિસાગરજી મહારાજ જેવી જ ક્રિયા પાળતા. તપશ્ચર્યા, પ્રભાવ અને સાધુજીવન પ્રતિપાલન કરી આત્મોન્નતિસાધક શ્રીમદ્ થઈ ગયા, તેમના શિષ્ય આ ચારિત્રનાયક છે.
આ આખા ગ્રંથમાં ચાર જીવનચરિત્રો અને તેને લગતી મૂલ્યવાન હકીકતો વાંચકને વાંચવા વિનંતી છે.
૬. શ્રી. રવિસાગરજી મહારાજ જીવનચરિત્ર–અને શોકવિનાશક ગ્રંથગ્રંથાકન ૫૭ પૃ. ૬૦ રચના સંવત ૧૯૭૮. અક્ષયતૃતીયા.
શ્રી. રવિસાગરજી જીવનચરિત્ર શ્રી. સુખસાગર ગુરૂ ગીતામાં આવી ગયું છે જે છુટુ આ ગ્રંથમાં વિસ્તારથી છે. ઉપરાંત વડોદરાના સુપ્રસિદ્ધ–ઉત્તમ ગુરૂ ભક્ત સ્વ. શેઠ કેશવલાલ લાલચંદભાઈના સુપુત્ર ભીખાભાઈના સ્વર્ગવાસ પ્રસંગે શ્રી. શેકવિનાશક ગ્રંથ લખેલ છે. આ બંને ગ્રંથો ભેગા છે અને વાંચવા-સંગ્રહવા ગ્ય છે.
૭. શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૧. ગ્રંથાંક ૪૯, પૃ. ૭૦૦, રચના ૧૮માં સિકાની છે અને તેના પર વિવેચન આદિ સં. ૧૯૬૦ માં છે.
For Private And Personal Use Only