________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતુષ્ટ ન થતાં મૃ. ૧૪૭ થી શ્રી મદ, શ્રી આનંદઘનજી જીવનચરિત્રની રૂપરેખા દોરવા બેસે છે. તત્સમયના મહામુનિઓ-કવિઓ તેમને આત્મમંથનમાં નડેલાં વિદનો ને તે વિદાએ તેમને વધુ આત્મજાગૃતિની કરેલી સહાયક પ્રેરણા, તેમના પદમાં વિહાર-પ્રવાસમાં ભિન્ન ભિન્ન પ્રાંતમાં લખેલાં પદમાં ત્યાં ત્યાંની ભાષાના પુરાયેલા રંગે, તેમના પદે સાથે તેવા શબ્દો આપે છે જે પરથી તે તે પદે ગુજરાત-મારવાડ-આદિ સ્થળોમાં લખાયાં હોવાનું સુચન કરે છે. શ્રીમદ્ આનંદઘનજીનું વિસ્તૃત આટલી શેખેળવાળુ-ઉપાધ્યાયજી યશોવિજયજી આદિ મહાનુભાવોના પ્રસંગ–મિલન-પ્રશંસાઓ આદિના સમન્વયવાળું ટકેરાબંધ જીવનચરિત્ર ભાગ્યે જ કેઈએ લખ્યું હોય એમ લાગે છે. અતિ લંબાણ આ જીવનચરિત્ર પણ મટી સાઈઝનાં ૧૧૧ પૃષ્ઠ રોકે છે. પછી આવે છે જ્ઞાનરસના ચમકીલા વેગવાન ઝરા જેવાં પદો અને તેનો ભાવાર્થ. પોતાના તિક્ષણ ક્ષોપશમ-સ્વાનુભવી જ્ઞાન અને અધ્યાત્મ-ગાદિના સતત ચિન્તન દ્વારા આલેખવામાં ખરેખર કમાલ કરે છે. અમારૂ માનવું છે કે સંપૂર્ણ નહી તે લગભગ સંપૂર્ણ આત્મજ્ઞાનનો સ્વાનુભાવ–જીવનમાં ઉતારેલ–રગરગે વ્યાપ્ત-અને રસ આવે એટલી હદનું ગ સાધન-સાત્વિક ભાવના, સર્વવિરતીપણું અને જ્ઞાનક્રિયા સહિતનું વિરતીપણું હોય તે જ આવા ભાવાર્થ ભરવાની તે આત્માની શકિત સંભવે છે. લાબું થઈ જવાના ડરથી પદેના ભાવાર્થ સંબંધી ટુંકાણમાં સૂચવવાનું કે આ પદેના ભેગી ભ્રમરએ તે એ પદ-પુષ્પોની દેવી પરિમલવાહી પદ–વાડીમાં જ ભ્રમણ કરવું–એની સુવાસથી મસ્ત બનવું અને એ મહાન યોગાધ્યાત્મજ્ઞાન ઉદ્યાનમાંથી જ અનંત આત્મ-જ્ઞાનધન મેળવી તવંગર બની જવું ઉચિત છે. વાણીને પણ ઘણી વાર અગોચર એવી ભાવનાઓ અને લહરીઓ કલમથી કેમ લખાય ભલા ? આ પદોની સંખ્યા ૧૦૮ છે. તે બધાં જ સંપૂર્ણ, સવિસ્તાર, સરસભર અને આત્માને પૂર્ણ આનંદ શાંતિ આપે એવાં છે, ને તે માટે પણ મોટી સાઈઝમાં સાડા પાંચસે પ્રષ્ટ રોકે છે અને છેલ્લે ૪ પદ જે ઉપલધ થયાં છે તે પણ ભાવાર્થ સાથે આપે છે અને તે ચરિત વિભાગમાં આપ્યાં છે. આ ગ્રંથની અર્પણપત્રિકા શ્રીમદ્ પિતાના ગુરૂદેવ શ્રીમદ્ સુખસાગરજી મહારાજને ૪૪ પંકિતના-કાવ્ય દ્વારા આપે છે. ગુરૂપરને અપ્રતિમ પૂજ્યભાવ ભક્તિભાવ, પ્રેમ, સમર્પણ ભાવ, ઉછાળતાં આ સમર્પણકાવ્યની ડીડ પંક્તિઓ વાચકને ગુરુ પ્રત્યે પૂજ્યભાવ પ્રકટાવશે જ.
હારી કૃપાથી ગ્રંથ અહો રચીચો અડે સાહસ કરી. અર્પણ કરૂ, ક્રમ પયીમાં-ઉપકારતા ચીત્તે ધરી. અર્પણ કરીને ગ્રંથ આ તુજ બાળ મન હર્ષે ઘણું. મા-બાપ આગળ બાલુડાંના બેલ જેવું આ ભણું ૧૦ હાલા હદયના પ્રાણ ! પ્રેમે ગ્રંથ આ સ્વિકારશે જે ભૂલ-ચૂક જ હોય તે મારી દઇને તારશે. જેવું રચ્યું તેવું સમર્પણ-ભકિતથી કીધુ ખરૂ.
બુધ્યબ્ધિ તે સ્વિકારી ને-આનંદ પામો સદ્દગુરૂ ૧૧ વાચક! મહાન સુરીશ્વરજી ગુરૂ પાસે બાલક બનીને–તેમને આ ગ્રંથ જ નહી પણ પોતે જ
૧૧
For Private And Personal Use Only