________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s3
આ ગ્રંથની અર્પણપત્રિકા પરમ ગુરૂભકત-પુરૂષાથી સ્વ. સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ તથા તેમનાં માતુશ્રી ગંગા શેઠાણીને આપી છે.
૨૦ તત્ત્વવિચાર-ગ્રંથાંક ૯૨. પૃષ્ટ સંખ્યા ૧૨૦. રચના સંવત ૧૯૫૮ પ્રથમવૃત્તિ. બીજી આવૃત્તિ ૧૯૮૧. ભાષા ગુજરાતી.
આ ગ્રંથ પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ વિગેરેના હિતાર્થે પાદરામાં સંવત ૧૯૫૮માં રચવામાં આવ્યો હતો.
પુસ્તકના નામ પરથી જ તેમાં શું હશે તે સહજ સમજી શકાય તેમ છે. માનવજીવનને પોતાના જ જાળી વ્યવસાયથી મળતા વિરામની વેળાએ તત્વ-ધર્મ-કે ખૂબ શાંતિની સુધા જાગે છે. અને જીવનનું કર્તવ્ય માત્ર ધન, કીર્તિ, સત્તા ઉપાર્જનમાં જ સમાઈ જતું નથી પણ કાંક કરવા જવાનું બાકી રહી જાય છે એમ લાગે છે ત્યારે ખરી ભુખે ખાધેલું પચી, શકિત આવે તેમ આ ગ્રંથ અ થી જ્ઞ સુધીના આત્મિક વીટામીન આપનાર લાગશે.
આત્મજ્ઞાની મસ્તોને સહજ તે જીજ્ઞાસુઓને અમોઘ લાગે છે. જ્ઞાનીઓની જ્ઞાન રમત અનેકને તારણહાર બને છે. તેમ પોતાના ભકત જીજ્ઞાસુઓની જીજ્ઞાસા તૃપ્ત કરવા
જતાં લખાયેલો આ ગ્રંથ તેમના અદ્ભુત જ્ઞાન-દુર્ગમ બુદ્ધિસમૃદ્ધિ-ત્યાગ વૈરાગ્ય અને વિપકારની ભાવનાનાં જ્વલંત દર્શન કરાવે છે.
આ ગ્રંથમાં એવાં જ અમરત્વ આપનાર જ્ઞાનામૃત ભર્યા છે. જીજ્ઞાસુ-પિપાસુમુમુક્ષુઓ એને પામે, પીએ, પચાવે ને જીવનમાં આત્મજ્ઞાનની અપૂર્વ શાંતિ મેળવી તેને કૃતાર્થ કરે.
આ ગ્રંથની અર્પણપત્રિકા ગુરૂદેવે શાંતમૂર્તિ મુનિરાજ શ્રીમદ્ કપુરવિજયજી મહારાજને આપી છે.
૨૧. આમપ્રકાશ-ગ્રંથાંક ૯૧. પૃણ સંખ્યા ૫૭૦. રચના સં. ૧૯૬૪. ભાષા સંસ્કૃત-ગુજરાતી-આવૃત્તિ બીજી.
આ દળદાર-અદ્વિતીય-સુરસભર-ગ્રંથનું નામ જ તેમાં રહેલા આત્મસૌંદર્યને વ્યક્ત કરે છે. આત્મા એટલે શું ? તે કેવો છે? કયાં રહે છે ? કોણે જોયો? જા ? માણ્યો ? એ બાબતો પર જવલંત પ્રકાશ ફેંકતાં ગ્રંથકર્તા આત્માના પરમ પ્રકાશને-મુમુક્ષુઓના આત્મો ન્નતિ પથ બતાવવા પ્રકાશે છે.
ભારતવર્ષ–ચેતન્યવાદ spiritualism યોગ–અધ્યાત્મવાદ અને સંયમ તથા ત્યાગનું જક અનાદિકાળથી છે, હતું અને રહેશે. એને જડવાદ ઘડીક ભલે ઘસડે પણ પ્રત્યેક ભારતવાસી ખાસ કરીને જૈન બધી શોધો કરતાં થાકે છે ત્યારે આત્માને શેાધવા ઓળખવા મથવાનો જ. એને સદ્દભાગ્ય કે સાચે પથદર્શક સંત-આત્મજ્ઞાની મળી જાય તો એની તૃષા છીપે છે. એ તૃષાને પેટ ભરીને છીપાવનાર આ ગ્રંથ છે. ૧૦
For Private And Personal Use Only