________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર કરતાં તત્વજ્ઞાનની ભાવના ભરેથી–અધ્યાત્મજ્ઞાનની વિવિધ વાનીઓથી સુસજજ પચીને ભુખ લગાડે તેવી મીષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માંગે છે. આપવા જેવી છે. આ ખોરાક કર્મવેગ સર્વાગ સંપૂર્ણ રીતે પીરસે છે.
લેખક પ્રસ્તાવનામાં ૫૦ પૃષ્ઠ રોકે છે. જેમાં કર્મોગ લખવાની જરૂરીયાત ઉપરાંત અનેક વિષયોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
વાંચક બસ. હવે તો કર્મયોગ મહાગ્રંથ જ હાથમાં લે ને હારી જ્ઞાનપિપાસા તૃપ્ત કરી નવું ચેતન–બળ મેળવી કર્મયોગી થા.
આમતત્વ દશન-ગ્રંથાંક નં. ૫૧. પૂ. સંખ્યા ૧૦૦ રચના સંવત ૧૯૭૪ અષાઢી પુણિમા ભાષા સંસ્કૃત હિન્દી ગુજરાતી.
આ ગ્રંથમાં જૈનેતર વેદાન્તાદિ દર્શનીય શાસ્ત્રોથી આત્માનાં તત્વે, માન્યતા, સિધ કરવામાં આવી છે અને જૈન તત્વો સબંધી શ્રી શંકરાચાર્ય વિગેરેના વિચારોની સમિક્ષા કરવામાં આવી છે અને તેથી જૈનત્વની માન્યતા કેટલે દરજજે યોગ્ય છે એની દિશા દર્શાવી છે. દુનિયાના તમામ દર્શનોનાં તની માન્યતાઓનું પરસ્પર ખંડન મંડન થયા વિના રહ્યું નથી. દરેક ધર્મના સ્થાપકે અમુક આવશ્યક સંગોમાં અમુક ધર્મની સ્થાપના કરે છે. તેમાં પાછળ સત્યની સાથે અસત્ય આચારો પણ કાલાન્તરે ઘુસી જાય છે, દેવ ધર્મ અને ગુરૂ એ ત્રણ તમાં સર્વધર્મની માન્યતાઓને સમાવેશ થાય છે અને સર્વધર્મોનાં શાસ્ત્રોમાં ધર્મસંબંધી પરસ્પર વિરૂદ્ધ ભિન્ન માન્યતાઓ દર્શાવી છે. સર્વધર્મનો સિદ્ધાંતોમાં એક મત કાલાંતરે પણ શક્ય નથી. એશિયા અમેરિકા યુરોપ અને આફ્રિકા વિગેરે ખડોમાં અનેક ધર્મો થયા-લય પામ્યા. છતાં કયો ધર્મ કયાં સિધ્ધાંત પ્રમાણે સત્ય છે, એ નીરૂપણ સુંદર રીતે અનેક પ્રકારે લેખક આ ગ્રંથમાં કરે છે અને આત્મતત્વ પ્રાપ્ત કરાવનાર–ગ અધ્યાત્મ દ્વારા પ્રાચીન જૈનધર્મની મહત્તા સર્વોપરિતા વેદ–આદિ શાસેથી જ લેખક સિદધ કરી બતાવે છે, અને આત્મતત્વદર્શન એ ગ્રંથના નામને સાર્થક કરે છે. સમર્થ લેખીનીની સુમધુર, પરમતસહિષ્ણુતા ભરી ઉદારમતવાદી દલીલથી વાંચકને ખાત્રી થાય છે, તેમ જ હૃદય પણ કબુલ કરે છે કે જૈનધર્મ, પ્રાચીન-આત્મતત્વના સુંદર સમન્વયવાળા સિદ્ધાંતો અને ઉદારમત સાથે પરમ શાંતિ આપી જીવનમુકત બનાવનાર મોક્ષ અપાવનાર ધર્મ છે.
- ૧૩ શ્રી કમપ્રકૃતિ ટીકા ભાષાંતર–ગ્રંથાંક નંબર ૫૫. પૃષ્ટ ૮૦૦. રચના મુળ પ્રાચીન. ટીકા વિવેચન રચના સં. ૧૯૭૬. ભાષા સંસ્કૃત. મુળ ટીકા માગધી વિવેચન ગુજરાતી. ગણિતાનુયોગને આ ગ્રંથ મુળ કર્તા શ્રી શિવશર્મસુરી. ટીકા શ્રી મલયગિરિજી.
જૈન દર્શનનાં મૂળતત્વોને પ્રકાશીત કરનાર આ ગ્રંથ અતિગહન હોઈ તેની ખુબ જરૂરીઆત જણાતાં, આવા ગ્રંથને ગુજરાતીમાં પ્રગટ કરવાની પ્રેરણાશ્રી-બુધિસાગરસરીજીએ કરતાં મંડળે ભાષાંતર કરાવી પ્રગટ કર્યો છે. આ ગ્રંથ મુળ સંસ્કૃતમાં શ્રી
For Private And Personal Use Only