________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનું વિશાળ જ્ઞાન ઠેકાણે ઠેકાણે પ્રદર્શિત થએલું દેખાય છે. તેઓ કહેતા કે તેમણે લગભગ બાવીસ હજાર પુસ્તકો વાંચ્યાં છે. જ્યારે તેમનો સાહિત્યથાળ અને તેમાં પીરસેલી વિવિધ વાનીઓ આપણે નીરખીએ છીએ ત્યારે આ અજાયબ જેવી મોટી સંખ્યાની સહાયતા વિષેનો આપણે શક દૂર થાય છે. તેઓ પિતાની રોજનિશી હંમેશાં લખતા હતા, તેવી સં. ૧૯૬૯ની સાલની રોજનિશીના પાન ૨૪૬ પર અષાઢ સુદી ૧૦, રવિવાર તા. ૧૬, જુલાઈ ૧૯૪૩ ના રોજે તેઓ લખે છે કે --
એરીસ્ટટલ (Aristotle )નું નીતિશાસ્ત્ર વાંચ્યું. ૧૦૮ ઉપનિષદો છાપેલા ગુટકામાંથી વાંચ્યાં, ગવાસિષ્ઠ, મહારામાયણ વાંચ્યું. “ સજજાય પદ સંગ્રહ” પૂર્ણ વાંચ્યું. ‘ ભારતના સંતપુરુષ' નામનું પુસ્તક વાંચ્યું. “સામાજિક સેવાના સન્મા' વાંરયું. બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ ” વાંચ્યો. “જ્ઞાનાર્ણવ ” ત્રીજી વખત વાંચો. “પ્રવચનસાર”
પ્રમેય કમલ માતડ” “ષટપ્રાભત” વગેરે દિગંબરી દસ પુસ્તકો વાંચ્યાં. “વિચારસાગર” ગ્રંથ વાંચ્યો. “પંચદશી ગ્રંથ વાંચો. ટ્વેદ અને યજુર્વેદ આર્યસમાજી ટીકાવાળા વાંગ્યા.
ભારતની સતીઓ ” પુસ્તક વાંચ્યું. આજ સુધીમાં સસ્તા સાહિત્ય કાર્યાલય તરફથી છપાએલાં પ્રાય: સર્વ પુસ્તકો વાંચ્યાં. છ માસમાં આ સર્વ ગ્રંથોનું વાચન થયું. હાલ ગ્રંથો લખવાની પ્રવૃત્તિ મંદ છે. ડહેલાના ઉપાશ્રયમાં વીસમા ડાબડામાંથી “ પ્રશ્નોત્તર” નામને ગ્ર થ વાં, અજમેરી “ પ્રશ્નોત્તર” નામનો ગ્રંથ વાંચો. આચારાંગ સૂત્ર ત્રણ વાર વાંચ્યું. ટીકા સહિત છ કર્મગ્રંથ તથા પંચાશક વાંચ્યું.”
- શ્રીમદે પિતાને સ્વહસ્તે લખેલી નોંધ તેમની વાચનપ્રિયતા અને શકિત વિષે આપણને સહજ ઈશારો કરે છે. તેમના પુસ્તક–પ્રેમ બાલપણથી જ તીવ્ર હતો. કહે છે કે એક આગમસાર ગ્રંથ તેમણે એક સો વખત વાંચ્યો હતો. તેઓએ પુસ્તક ઉપર કેટલાંક કાવ્ય લખ્યાં છે, તેમાં તેમની પુસ્તકપ્રિયતા છલછલ ઉભરાય છે.
| (૩) એકંદરે તેમની ભાષા સાદી અને સામાન્ય મનુષ્યો સમજી શકે તેવી છે. પના ઉત્તમ પ્રકારની અને ભાવવાહી છે. શાંતરસનું પ્રાધાન્ય હંમેશાં તેમનામાં રહ્યું છે. કાવ્યોમાં વિચારો અને તત્વજ્ઞાન ભરપૂર ભરેલાં છે. અલંકારે સાદા છતાં સટ છે. સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધુવ “કાવ્ય સંગ્રહ, ભા. ૭” પર લખે છે તે લગભગ તેમનાં બધાં જ કાવ્યોને લાગુ પડે છે. “ સરળ ભાષા, અકૃત્રિમ શૈલી અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારની સ્વતંત્રતા, આદર્શની સુ-કથતા અને અંતરની એકરસતા આ સંગ્રહમાં પણ સહજ દષ્ટિપાત કરતાં પ્રતીત થાય છે. આ મહાત્માના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવિનતા ફુરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન મહેચ્છાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિરૂપ રેષાને અવકાશ આપતી જણાય છે. ”
| (૪) શ્રી મદ્રના કાવ્યોમાં સમયનું પ્રતિબિંબ યથાસ્થિત પડેલું છે. જે જમાનામાં તેઓ જીવ્યા, તેના વિચારો ઝીલવામાં અને તેને પ્રદર્શિત કરવામાં તેમણે ઠીક કૌશલ્ય બને તાવ્યું છે. લેખક આજુબાજુના વાતાવરણથી અલિપ્ત રહી શકતો નથી, અને શ્રીમદ્ કાંઈ
For Private And Personal Use Only