________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકે સારંગીથી ભતૃહરિનાં ભજનો લલકારતા હતા તેમાં થોડું થોડું સમજાતું હતું.”
આ વાતાવરણ પરથી સમજાશે કે એક પાસથી શ્રીમતું સાહિત્યજીવન ઘડાતું હતું તો બીજી પાસેથી તેમનું આધ્યાત્મિક જીવન પણ પ્રચ્છન્ન રીતે જડ નાખતું હતું. કુમારાવસ્થામાં તેમણે જાણે અજાણે જે સંસ્કારોને બીજરૂપે ગ્રહણ કર્યા તે જ સંસ્કારે ભવિષ્યમાં વૃક્ષ રૂપે મેટો સાહિત્યફાલ અર્પવામાં સમર્થ થયા. મીરાં અને ભતૃહરીનાં ભજનના શ્રેતાએ જ્ઞાન અને ભકિતના જ સૂર કાઢ્યા અને તેમના જેવા જ અધ્યાત્મ રંગે રંગાઈ સ્વાનુભવ અને સ્વાર્પણનાં પદો ગાયાં. આ મહાન સામ્ય શ્રીમની વૃત્તિને ઢળાવ કઈ બાજુએ હતો તેનું દર્શન કરાવવા ઉપરાંત કુદરતના એક સનાતન સિદ્ધાંતની તવતઃ પુષ્ટિ કરે છે. તે એ છે કે મનુષ્યની અનુકરણશક્તિ અને ગ્રહણશક્તિ બાલ્યાવસ્થામાં હોય છે તેવી અન્ય કોઈ અવસ્થામાં નથી હોતી; તેથી જ જે ભજનો, કાળ્યો, ગીતો શ્રીમદે બાળપણમાં સાંભળ્યાં અને હૃદયમાં ઉતાર્યા તેને જ અનુસરતું સંગીત તેમના સમસ્ત સાહિત્ય અને જીવનમાંથી નીતરે છે.
શ્રી બુધિસાગરજી બાલપણામાં પણ સરસ્વતીના અઠંગ પૂજારી હતા. વિદ્યાપ્રાપ્તિને જબરજસ્ત અનુરાગ, તે મેળવવાની તીવ્ર ઉત્કંઠા, તે પ્રાપ્ત કરવાના તનતોડ પ્રયત્નો અને ટેક, શારદા પ્રત્યેની તેમની અલૌકિક ભક્તિની ખાતરી આપે છે. બાલક છતાં તેમનો ગાઢ, નિઃસીમ પ્રેમ શારદાની કૃપા મેળવવા માટે પૂરતો હતે. એક વખત તેમણે શિક્ષક પાસેથી સાંભળ્યું કે કાલીદાસ કવિને સરસ્વતી પ્રસન્ન થયા હતાં, અને તેના જેવા થવા માટે સરસ્વતીને પ્રસન્ન કરવા જોઈએ. આ સાંભળી તરત જ તેમણે પ્રતિજ્ઞા કરી કે, “ જ્યાં સુધી સરસ્વતી પ્રસન્ન ન થાય ત્યાં સુધી પાનસે પારી, અડદની દાળ, અને ગિડાનું શાક ખાવું નહિ.૧ ” તેઓ લખે છે કે:-- સવારમાં ઊઠીને ભણતી વખતે શારદાનું નામ દેતો અને મનમાં પ્રાર્થના કરી સાહ્ય માગતો હતો. શાળામાંથી છૂટી ઘેર જતાં પ્રથમ ગોખલામાં સરસ્વતી માતાનો દી કરતો હતો. એક સરસ્વતીની છબી મેળવી હતી, અને તેનું સવારમાં વહેલે ઊઠીને હાથ જોડીને દર્શન કરતો હતો, અને મનમાં આજીજી કરી વિદ્યા ચઢવા માટે સરસ્વતી માને બાલકભાવે વિનવતો હતે.......જૂના એક પાનામાંથી સરસ્વતી મંત્ર મળ્યો હતો. મેં તે મંત્રને ગોખી મુખે કર્યો, અને દરરોજ સરસ્વતી મંત્રનો જાપ કરવા લાગ્યા.. કોઈ લખેલા કાગળ પર પગ દેતો ન હતો તથા સરસ્વતી માતાના સોગન પણ ખાતે ન હતો. ) - પંદરમા વરસથી જ કવિતા રચવાને પ્રારંભ થયો. દુહા, ચોપાઈ, છંદ, સવૈયા, વગેરેમાં સાદી કવિતા લખી શિક્ષકને બતાવતાં, તે ખુશ થતા અને બાલક (બહેચરને ) બુધ્ધસાગરને ઉત્સાહ ઓર વૃદ્ધિ પામતો. એક વખતે એક જૈન સાધુની કોઈ બ્રાહ્મણે તિરસ્કારવાચકધ્વનિથી “ગરજી ! ” કહી મશ્કરી કરી, તેમને ઉતારી પાડવા પ્રયત્ન કર્યો, ચંચળ
૧ અપ્રસિદ્ધ આત્મકથામાંથી. ૨ અપ્રસિધ્ધ આત્મકથામાંથી.
For Private And Personal Use Only