________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનું લખાણ (સાહિત્ય) એટલું વિસ્તૃત છે કે અન્ય કેઈ ગૃહસ્થ કે ત્યાગી સાક્ષરે તેમના જેટલો ગ્રંથરસથાળ ગુજરાતી પ્રજાને પીરસ્યાનું જાણમાં નથી. એકસો ને દશ મહાસમર્થ ગ્રંથ આલેખી સાહિત્યસૃષ્ટિમાં શ્રીમદે જબરદસ્ત ફાળે અર્યો છે. તેમનાથી પરિચિત ન હોય તેવાને તો વિસ્મય થાય કે સાધુજીવનની દૈનિક ક્રિયાઓમાં, તેમ જ ધ્યાન, સમાધિ, વાચન, મનન, ઉપદેશ, પ્રવાસ અને પરિમિત સાધન (માલકીનું કશું જ નહિ) ઇત્યાદિમાં પુષ્કળ સમય ગાળવા છતાંય તેઓ આ સર્વ લખવાને સમય કયાંથી મેળવી શક્યા ? તેમની અદ્ભુત લેખિનીમાં અવિરત શખસુધા ઝરાવવાનું જેવું સામર્થ્ય હતું તેવું કેઈ વિરલ લેખિનીમાં જ હોય છે. તેમનાં સમસ્ત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવે તે એક સ્વતંત્ર કબાટ જોઈએ, એવી જે રમુજી ટકેર કરવામાં આવી છે તે તદ્દન સાચી છે.
જેમ સંખ્યા તેમ સત્તામાં તેમનું લખાણ ઘણા ઊંચા પ્રકારનું છે. વિચારોની વિપુલતા, ભાવનાઓની સમૃધિ, લાગણીઓના તરવરાટ, અંતરાત્માના ઊંડાણુના ઘૂઘવાટ, ભાષા અને શબ્દને આધાર લઈ બહાર પડતાં સાહિત્ય-રસૃષ્ટિમાં અજબ ભાત પાડે છે. ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ત્રણે ભાષાઓમાં લખાણ થયું છે. અલબત્ત સંસ્કૃત અને હિન્દી લેખક તરીકે નહિ પણ ગુજરાતી ભાષાનું વાહન જ તેમણે મુખ્યત્વે પસંદ કરેલું હોઈ તેમનું સાહિત્ય જીવન ગુજરગિરાની તેમની સેવાઓ ઉપર જ રિત ગણવું જોઈએ.
| ગદ્ય અને પદ્ય ઉભયમાં તેઓશ્રીએ નિપુણતા બતાવી છે, પણ લેખક જ્યારે ગદ્ય અને કાવ્યું ઉભયમાં ઉત્તમ હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની કવિતા ગદ્ય ઉપર સરસાઈ ભોગવે છે. આ નિયમાનુસાર શ્રીમની કાવ્યપ્રતિભાએ તેમની ગદ્યપ્રતિભાને અંશતઃ આવરી દીધી છે. છતાં નિરપેક્ષ નિરીક્ષકને ગદ્યના ઉત્તમ અંશે ઢાંકયા નહિ જ રહે. ગદ્યલેખક તરીકે તેઓ સાહિત્યનો લગભગ દરેક પ્રદેશ ખૂંદી વળ્યા છે. ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, જીવનચરિત્રો, નોંધો, નિબંધ, પત્રો, ટીકાઓ, સંવાદ, અધ્યાત્મજ્ઞાન, વેગ આદિ દરેક વિષયમાં તેઓએ કૌશલ્ય બતાવ્યું છે. પદ્યમાં ભજનો, ગહુલીઓ, ઊર્મિગીત, રાષ્ટ્રગીતે; અવળી વાણી, રષ્ટિસૌંદર્યનાં કાવ્યો, ખંડકાવ્ય, કાકીઓ, ચાબખા, વર્ણનાત્મક તેમ જ ઉપદેશાત્મક તત્ત્વભરપૂર લાંબાં કાવ્યો આદિ અનેક કાવ્યસ્વરૂપો રૂપે તેમની પ્રસાદી ઉપલબ્ધ છે. આનું વિગતવાર અવલોકન કરતા પહેલાં તેમના સાહિત્યજીવનના ઘડતરનાં સહાયક ત તરફ દૃષ્ટિપાત કરી લઈએ.
કવિઓ જન્મથી જ કાવ્યપ્રસાદી લઈને અવતરે છે. આ સૂત્ર ઘણા ઉત્તમ કેટીના કવિઓની પેઠે બુદ્ધિસાગરજીએ પણ પિતાની જન્મસિદ્ધ કાવ્યશકિતના દ્રષ્ટાંતથી સાબીત કર્યું છે. તેઓએ અભ્યાસ તે માત્ર ગુજરાતી છ ચોપડીને જ કર્યો હતો. અંગ્રેજી તો ઘેર જ શીખી લીધેલું. તે પણ બે ચોપડીઓ જેટલું. (સંસ્કૃત અભ્યાસ પાછળથી કર્યો હતો.) આટલા પરિમિત જ્ઞાનમાંથી કુદરતજન્ય સમૃધિ સિવાય જે પ્રખર શકિતનું તેમણે ભવિષ્યમાં દર્શન કરાવ્યું તે ન જ સંભવે, એમ સૌ કોઈ સમજી શકે તેમ છે. બેશક તેમની નેસગિક શકિતને ખીલવી દેદીપ્યમાન કરવા આપ ચઢાવવામાં બીજી અનેક સામગ્રીઓનો હિસ્સો છે જ. શશ.
For Private And Personal Use Only