________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય આત્માઓના આદર્શને જોવા-જાણવો પડશે.
ભારતવર્ષ પર નજર ફેંકતા જ આપણને જણાય છે કે પિતાની વિ7ષણાને તૃપ્ત કરવા મથતો વ્યાપારી અને ત્યાગમાં જ સંતોષ માને છે. યુદ્ધઘેલો ચઢો અન્યના સંરક્ષણમાં જ પિતાને કૃતકૃત્ય માને છે. કવિ કે કલાવિ પોતાનાં શ્રેષ્ઠ પાત્રોની કેષ્ઠતા, તેમનાં સદાચાર, સટામ, ત્યાગ, તપસ્યા, દયા, દાન, ન્યાય, નીતિ, કે પરોપકાર જેવી વૃત્તિની વિશિષ્ટતામાં જ જુએ છે. કુટુંબવત્સલ ગૃહપતિ આખરે કુટુંબના ત્યાગમાં જ આત્મશ્રેય દે છે. સર્વસ્વનો ત્યાગ કરનાર સંતપુરુષે આત્મધર્મની ઓળખને જ શ્રેષ્ઠ ગણે છે. આ બધા ઉપરથી એમ કહી શકાય કે સત્ય, સદાચાર, સંયમ, ત્યાગ, પરોપકાર, પ્રેમ અને પરિંગ્રેહત્યાગ દ્વારા આત્મધર્મનો સાક્ષાત્કાર કરી શાશ્વત સુખ મેળવવું એ જ ખરે આય આદર્શ છે. એ આદર્શને દરેક માણસ પોતાના ક્ષેત્રમાં નજર સમક્ષ રાખે છે અને પોતાનો જીવનકમ ઘડે છે. વિવિધ ક્ષેત્રે દેખાતા જીવનના વિવિધ કામમાં રહેલી આ એકરાગતા જ આર્ય સંસ્કૃતિ છે. | ગુજરાતની સાહિત્યિક અમિતા ફેલાવવામાં અનેક વિદ્વાન અને કવિ એનો હાથ હતો. તેમાં જૈન સાહિત્યસ્વામીઓનો ફાળો નાનોસૂનો નથી. બ્રાહ્મણ વિદ્વાનોની માફક જૈન પંડિત પણ અનેક થઈ ગયા છે. તેમણે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો લખી ગુજરાતની જ નહિ પણ સમસ્ત ભારતરર્ષની અપૂર્વ સેવા બજાવી છે તેવા પંડિતપ્રવર સર્વશ્રેષ્ઠ સાહિત્યકારોમાંથી એક મહાનું અર્વાચીન જૈન સંત શ્રીમદ્ બુધિસાગરને તથા તેમની ગુર્જર સાહિત્યસેવાને પરિચય આપવા અહીં પ્રયત્ન છે.
- લકી યુગની ઈતિહાસગાથાઓ વિચારતાં દશમા સિકાથી ચૌદમા સૈકાના અંત સુધી શ્રીની સાથે સરસ્વતીને સુમેળ ગુજરાતભરમાં પ્રસર્યો હોવાનું માલુમ પડે છે. ભીમની વિદ્ધસભા શ્રી ભોજ જેવા સરસ્વતીપુત્રને પણ આકર્ષતી. કર્ણ અને સિદ્ધરાજની વિદ્વત્સભાની
ખ્યાતિ સાંભળી દેશવિદેશથી પંડિતો પાટણમાં આવતા. રાજકાર્ય ઉપરાંત રાજસભામાં સાહિત્યવિદ અને વાદચર્ચાઓ ચાલતાં. અવંતીના સાહિત્યભંડારથી ગુજરેશ્વર સિદ્ધરાજને પણ પિતાને આંગણે સ્રોતસ્વિની સરસ્વતીની સાથે વાગ્યાદિની શારદાને મૂર્તિમંત કરવાની પ્રેરણા થઈ. હેમચંદ્ર જેવા ધીરગંભીર અને સર્વ શાસ્ત્રના પારંગત વિદ્વાને તે સ્વપ્ન સિદ્ધ કરી બતાવવા ગુજરાતને પોતાનું સ્વતંત્ર વ્યાકરણ, કાષ, અલંકાર છંદશાસ્ત્ર, શાસ્ત્ર, મહાકાવ્ય વગેરેના અપૂર્વ ગ્રંથા ભેટ ધર્યા, અને યુ દેવતાએ તેમને કલિકાલસર્વસના અપૂર્વ બિરૂદથી વધાવ્યા. સિદ્ધ હેમચંદ્ર પૂર્ણ થયું ત્યારે રાજજ્ઞાથી હાથીની સુવર્ણ અંબાડીમાં તે સ્થાપી, નગરમાં મહેસવપૂર્વક ફેરવી, રાજગ્રંથાલય જ્ઞાનમંદિરમાં એની સ્થાપના કરવામાં આવી હતી, અને એના અધ્યયન માટે પાટણમાં એક માટી અધ્યયનશાળા ખોલવામાં આવી હતી. ( કે. કે. બી. વ્યાસ ) સિદ્ધરાજની વિદ્યસભામાં વિદ્વાન પંડિતો બેસતા, જ્યાં સામાન્ય પંડિતાના પ્રવેશ પણ દુર્લભ હતા. કુમારપાળને રાજ્યકાળ પણ સાહિત્યદષ્ટિએ ઊતરતો ન હતો. ત્યાર પછીના સમયમાં સેલંકીઓની વીરશ્રી ઓસરતાં અજયપાળ અને ભીમદેવના શાસનકાળમાં સાહિત્યનો પ્રવાહ સહેજ મેળો લાગે છે, પણ વસ્તુપાળની
For Private And Personal Use Only