________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
યોગનિષ્ઠ આચાર્ય
હાજરી ઘણી જ હતી, અને તેઓ સી આંસુભરી આંખે શ્રીમદની પાલખી ખાંધ આપી છેવટનું માન આપતા હતા. પાટીદાર, ઠાકરડા, રજપૂત તથા ઢેડ-ભંગી લોકોની મંડળીઓએ તો આખી રાત ભજન કર્યા હતાં. તેઓ પણ પોતાના વાદ્યો સાથે ભજન ગાતા ચાલતા હતા. રસ્તે રૂ૫ નાણું-તાંબા નાણું ઉછાળવામાં આવતું હતું તથા ગાડામાં ભરેલી મીઠાઈ તથા અનાજ વહેંચવામાં આવતું હતું.
“સરઘસ વિદ્યાશાળાથી નીકળી કબાના ચાર આગળ થઈ વિરાવાસણ, ભાટવાડો વટાવી કચેરી આગળ થઈ બજાર અને દોસીવાડા વગેરે જાહેર રસ્તામાં થઈને શહેરની પશ્ચિમ દિશામાં આવેલી શેઠ મગ. નલાલ કંકુચંદની વાડીમાં સાડાનવ વાગતાં પહોંચ્યું હતું. ત્યાં પહેલેથી ગોઠવણ થયેલી જગ્યાએ ( જ્યાં પ્રથમથી ગુરુશ્રીએ ફરમાવ્યું હતું ત્યાં ) ગુરુશ્રીની પાલખીને સ્થાપન કરવામાં આવી.
* શેઠ મગનલાલ કંકુચંદવાલી સ્ટવાળી વાડીમાં ( અહીં જ સદગતે પ્રથમ પિતાના દેહને અગ્નિદાહ દેવા સૂચવ્યું હતું. ) જુદા જુદા માણસોએ આણેલ લગભગ પપ થી ૬૦ મણ સુખડની ચિંતા તૈયાર કરવામાં આવી. આ સુખડમાં વીજાપુર ઉપરાંત મહેસાણા, પાદરા, માણસા, અમદાવાદના શ્રાવકે તથા જૈનેતરેએ પણ પોતાના તરફથી સુખડ રજૂ કરી હતી. અગ્નિદાહ ક્રિય થઈ રહ્યા પછી પાદરાવાળા વકીલ મેહનભાઈ હીમચંદે સદગતના ગુણોનું તથા તેઓએ કરેલા સમાજ પરના ઉપકારોનું વર્ણન કરી તેઓશ્રીની પાછળ તેઓના ઉપદેશનું સ્મરણ રાખી તે પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને તથા પોતાના આત્માના ગુણે પ્રગટ કરવા પ્રયત્ન કરવા તથા શ્રીમદનું સમારક જાળવવા ઘણી જ લાગણી ભરી રીતે વિવેચન કરતાં અર્ધા કલાકમાં જ લગભગ છ હજાર રૂપિયાનાં વચન અપાયાં હતાં, જેમાં બીજી આવે તે રકમ ઉમેરી અગ્નિસંસ્કારની જગ્યાએ દેરી બંધાવી ધીમદની મૂર્તિ પધરાવવા ઠરાવ્યું હતું. દુણી ઉચકનારે રૂ. ૫૦૧ આપ્યા હતા, તથા અગ્નિસંસ્કાર માટે રૂ. ૧૦૦૧ આપી મોતીલાલ નાનચંદ ઝવેરી વીજપુરવાળાએ અગ્નિસંસ્કાર કર્યો હતો. કેટલાક ડબા ઘી પણ ચિતામાં નાખવામાં આવ્યું હતું. આ વખતે હાજર રહેલાઓની આંખમાં આંસુ ઉભરતાં હતાં.
“ રમશાનવિધિની ઉછામણીમાં આશરે ૩.૭ હજાર ઉપજ્યા હતા. મૃત્યુતિથિ તથા સ્મશાનયાત્રાના બંને દિવસે વીજાપુરમાં સંખ્તમાં સખ્ત હડતાલ પડી હતી. આવી હડતાલ આ ગામમાં પ્રથમ વાર જ પડી હતી, જે પરથી જન તથા જનતર તમામ જાતના તમામ માની શ્રીમદ પ્રત્યેની અપુર્વ પ્રેમભકિત જણાઈ આવતી હતી.
“અજબ જેવું છે કે અગ્નિસંસ્કારવાળી જગ્યા ઘણા વખત સુધી ભીની રહી હતી ને બિલકુલ સુકાતી ન હતી, જ્યારે આજુબાજુ ભીનાશ જરાયે જણાતી ન હતી.
પછીથી શ્રી અજિતસાગરસૂરિએ વિધિયુક્ત દેવવંદન સેકડા માણુ સંગાથે કર્યું હતું. છેવટની વિભુતી તેમની ચિતાની જગાએથી ઉઠાવી લઈ મહુડીના રઠ કાળીદાસ માનચંદે સંધ સમસ્ત મહુડીના આરે સાબરમતીમાં આડંબરયુકત વહન કરી હતી. મને દૂમશ્રીની ભકિત મહુડીના સંધે તન, મન, અને ધનથી ઘણી સારી કરી હતી, જેથી ભકતાધાન ભગવાનની કહેવત પ્રમાણુ ગુરુશ્રી મહુડીને બહુ જ ચાહતા હતા, અને તેમણે મહુડીને પ્રસિધિમાં લાવવા માટે ઘણું જ આમામ આપવા છે.
મરદમશ્રીના ખેદભર્યા સમાચાર સાંભળવાથી અજિતસાગરસૂરિ ઉપર તથા મંડળ ઉ પર સંખ્યાબંધ તારા તથા પત્રો રોજના રોજ ગયા હતા. ગામેગામ હડતાલ, ઢોરપતી દાગા, ગરીબો અનાજ અને મંદિરમાં પૂજા એ મદમશ્રીના માનમાં ભણવવામાં આવ્યાં હતાં. વીજાપુરના સંધ તરફથી
For Private And Personal Use Only