________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજાનંદમાં મસ્ત યોગી
३४३ ચરિત્રનાયક લખે છે, “એક વાર કબૂતર પર કવિતા લખતાં કબૂતર બીજી પંકિતએ ડાયરી પર બાવીને બેઠું.”
ઝવેરી મૂળચંદ આશારામ કહે છેઃ કૂતરાને જોઈ તેઓ પ્રેમભરી વાણીમાં કહેતાઃ કૂતરશીભાઈ, છે તો મજામાં ને !”
પણુ જવા દો આ વાત ! જ્યારે કોઈ આત્માનો સંગી મળે ત્યારે એને નિર્ણય કરશું !
સૂરિરાજના આનંદના પ્રસંગે પણ અદ્ભુત હતા. બાળકની જેમ હસતા, કિશોરની જેમ ગેલ કરી ઊઠતા.
એટરમલજી નામના એક મારવાડી ભકત હતા. અદભુત આજ્ઞાપાલક. એની દીક્ષા લેવાની ઈચ્છા હતી. સુરિરાજ ચાહતા હતા કે વધુ ધમાલ વગર દીક્ષા આપી દેવી; પણ ગામમાં ખબર પડી ગઈ, ને સહુ આવી પહોંચ્યા. બધાએ આમ કરવાનું કારણ પૂછયું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું
દીક્ષા-ઉત્સવ તે એવાનો શેભે કે જે કાં તો લમી તજીને આવતો હોય, કાં સરસ્વતી લઈને આવતો હોય; બાકી શા વરઝોળા !'
આ ઓટરમલજી-સુનિવેશે ઉત્તમસાગરજી, સૂરિજીના અનન્ય ભકત હતા. એક વાર સૂરિજીએ હસતાં હસતાં કહ્યું: “મારી ગમે તેવી આજ્ઞા પાળે તેવા કોઈ શિષ્ય છે ખરો.”
ઉત્તમસાગરજી પાસે હતા, તેમણે કહ્યું: “ કૂવામાં પડવાની આજ્ઞા કરો તે કૂવામાં પડું, આજ્ઞા આપે !”
નહી પાળી શકો આજ્ઞા !” “ જરૂર પાળીશ. ” “તો ચાર પદો કાઢીને માંડો દેડવા !”
કૂવામાં ઝંપલાવવું સહેલું હતું, આ કાર્ય મુકેલ હતું. એ રીતે સૂરિજીએ એમના અભિમાનને ફટકો માર્યો કે માનવીએ મગરૂરી ન કરવી. આજે જ્યાં પ્રેમ ત્યાં કાલે પ્રેમાભાવ થતાં વાર લાગતી નથી.
ભકતો કહેતાઃ “સાહેબજી, લોકો ટીકા કરે છે કે, આપ હમણાં હમણાં જાત્રાએ જતા નથી. '
શું જાત્રાએ જાઉં ?” ને સુરિજી ક્ષણભર સમાધિમાં સ્થિર થઈ ગયા. થોડી વારે જાગીને કહ્યું: “ યાત્રા કરી આવ્યો એટલો આનંદ મળી ગયો, બાકી તે જગ જે કહેતું હોય
* પ્રસંગે સુ અને તેના શિષ્ય-પટશિષ્યનો દાખલે યાદ કરવા જેવો છે. રાજભયથી પીટરે ત્રણ વાર ઈસૂને એળખતા હોવાની ના પાડી હતી.
For Private And Personal Use Only