SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ ગનિષ્ટ આચાર્ય ગમે તે પંથ કે ધમને હય, એની દુર્દશા ચરિત્રનાયક જોઈ ન શકતા. તેઓ તેમને પિતાના ઉપાશ્રયે લાવ્યા ને આસાયેશ આપી. અણુ મુનિએ જિન પ્રતિમા વિષે શ્રધ્ધા જાહેર કરી, પણ એ ગૌણ વિષય હતો. એ સમયે તે અતિથિસેવાની મુખ્યતા હતી. - અહીંથી તેઓ શ્રી ઝઘડિયા તીર્થની યાત્રાએ ગયા. તેઓની સાથે હેતમુનિ હતા, ને ત્યાં શ્રી સાગરાનંદસૂરિજી પણ હતા. ચરિત્રનાયકની ને તેમની મુલાકાત થઈ. બંનેએ સાધુએમાં પડેલા મતભેદે દૂર કરવાની ભારે ચર્ચા કરી. આ તીર્થયાત્રા કરી તેઓએ શુકલતીર્થના સુંદર ક્ષેત્રમાં આવેલા કારનાથ મહાદેવની અટારી પર મુકામ કર્યો. અહીંના બ્રાહ્મણોને એકત્ર કરી તેઓને સુંદર ઉપદેશ આપ્યો. એક જૈન સાધુના મુખે આ જાતને ઉદાર ને હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી તેઓ બીજે દિવસે અંગારેશ્વર સુધી વળાટાવા આવ્યા. અહીંથી તેઓ પાલેજ, કરજણ થઈ ઈટલા આવ્યા. ઈટોલામાં સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ઊતર્યા. દરિયાપુરી સંઘાડાના દશ-બાર સાધુઓ ત્યાં હતા. આર્યસમાજીએ પણ આવી મળ્યા. મૂર્તિપૂજાની ચર્ચાએ ભારે રસ જગાવ્યો. ટેલાથી દરા૫રા થઈ તેઓ પાદરા આવ્યા. પાદરાના વકીલ મોહનલાલ હેમચં. દભાઈ, શ્રી માણેકલાલ હરજીવનદાસ, શ્રી પ્રેમચંદભાઈ દલસુખભાઈ, શ્રી ભાઇલાલભાઈ ચુનીલાલ વડુવાળા, શ્રી મંગળભાઈ લક્ષ્મીચંદ, માસ્તર ઉજમશીભાઈ (હાલ શ્રી ઉદયસૂરિજી) તથા ડે. શંકરભાઈ ગોકળદાસ અમદાવાદવાળા, વગેરે તેમના સહવાસ માટે લાંબા વખતથી ઈંતેજાર હતા. મહિનાઓ પહેલાં વાવેલાં સંસ્કારનાં બીજ આજ પ્રફુયાં હતાં. આજે એને નવા મેઘનાં જળ મળતાં હતાં. તેઓને માટે મધ્યાહુનના સમયે વિશેષાવશ્યક વાંચવા માંડ્યું, ને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને પૂર્ણ અધિકાર વાંચી સંભળાવ્યો. જાહેર જનતા માટે ફાગણ વદી પાંચમના રોજ જાહેર ભાષણ આપ્યું. આ વેળા એપ્રિલની પાંચમી તારીખે વડોદરા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું ચોથું અધિવેશન ભરાવાનું હતું. પરિષદના મંત્રીઓ તરફથી ચરિત્રનાયકને એક નિબંધ લખી મોકલવાની વિનંતિ થઈ હતી. આને અનુલક્ષીને તેઓશ્રીએ વિહારમાં જ ‘ઉપાધ્યાય શ્રી યશવિજયજી નામનો નિબંધ લખી મોકલાવી આપ્યો હતો, જે તા. ૭મીએ પરિષદના ખુલ્લા અધિવેશનમાં શાહ ત્રિવનભાઈ દલપતભાઈએ વાંચ્યો હતો. ચરિત્રનાયક ત્રીજી એપ્રિલે વડોદરા આવ્યા, ને આ બધા “શબ્દબ્રહ્મ 'ના ઉપાસકેની મુલાકાતો લઈ આનંદ મેળવ્યો. આ પ્રસંગે પોતે નોંધમાં નેંધે છે કે, કોઈ પણ પ્રકારના ભાષાના શબ્દોને મગજમાં ભરી રાખવાથી કોઈ તત્વજ્ઞાની ગણી શકાતા નથી. સંસ્કૃત ભાષા જાણે એ જ્ઞાની અને ગુજરાતી વગેરે ભાષાઓ જાણે અને તેમાં ગ્રંથો લખે એ જ્ઞાની ન ગણાય એવો કંઈ નિયમ નથી. ગમે તે ભાષાનું જ્ઞાન કરવામાં આવે તો પણ તેથી જ્ઞાનીપણું પ્રાપ્ત થઈ શકતું નથી. ભાષા એ જ્ઞાનરૂપ મનુષ્યનાં વસ્ત્રો છે. જ્ઞાનના સંકેતરૂપ અનેક ભાષાઓ છે. જે દેશમાં, જે કળે, જે ભાષા, જીવતી હોય છે, તેના વડે અને બોધ આપવા માટે ગ્રંથ વગેરે લખતાં લખાવતા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy