________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
સારગ્રાહી જીવનદષ્ટિ
૨૭૩ - “સંમતિ તર્કની મૂળ સર્વ ગાથાઓ વાંચી. જેમજેમ ગાથાઓનું મનન કરીએ છીએ તેમ તેમ તેમાંથી કંઈક નવીન અનુભવ મળે છે.”
અને વળી “સ્વજીવનનૈતિકારક કાષ્ઠક ની ફરીથી ચર્ચા કરી. પ્રતિદિન નીચેના વિષયો માટે વિચાર કરવા માટે સંકલ્પ થાય છે. પહેલો વિષય આચાર, ૨ પપકાર, ૩ ધ્યાનસમાધિ, ૪ લેખન, ૫ વાચન, ૬ સંગીત, ૭ અવેલેકન ૮ અનુભવ, ૯ એતિહાસિક વિષય, ૧૦ સ્વોન્નતિ વિચાર, ૧૧ સુધારકવિચાર, ૧૨ દુર્ગુણે, ૧૩ સદ્ગુણે, ૧૪ વિચાર, ૧૫ આહાર,
બોરડી ગામની નોંધમાં તેઓશ્રી લખે છેઃ
“શ્રીમદ્ ભગવદ્ગીતાના અઢાર અધ્યાયો વાંચી લીધા. છ કલાકના મનનપૂર્વક ભગવદ ગીતા પૂર્ણ વાંચી. સમ્યગદષ્ટિ પ્રમાણે જે એગ્ય લાગ્યું તે સમ્યફ પણે પરિણુમાવ્યું. આઠમી વાર આ પુસ્તકનું વાચન કર્યું: જનાગમનો અભ્યાસ કરીને અને સ્યાદવાદને અનુભવ લઈને આ પુસ્તક વાંચવું જોઈએ. ગીતાર્થે સ્વ અને પરસમયના જ્ઞાતા હોય છે.'
- સંજાણનો કિલ્લો જોવા જેવો છે. ચરિત્રનાયકે એ જોયો. સાથે એમની ઈતિહાસ દૃષ્ટિએ વર્ષો પહેલાંની કલ્પના કરી.
અષો જરથુષ્ટના ઉપાસકો (અર્વાચીન ઇતિહાસકારો એમને બુદ્ધ અને મહાવીરના સમકાલીન માને છે.) ઈરાની આર્યો, મુસ્લિમ વિજેતાઓથી પિતાનો ધર્મ અને પિતાની સંસ્કૃતિ બચાવીને ઈ.સ. ૬૯૮માં આ બંદરે આવેલા. તેઓને રક્ષણની જરૂર હતી. સંજાણના રાજાએ દૂધને કટર મોકલી કહાવ્યું કે અહીં તો છલછલ છે.
વિદ્વાન પારસીઓએ એમાં સાકર નાખી કહ્યું: “આની માફક એક થઈને રહીશું.” રાજાએ ખુશ થઈને કહ્યું : “ભલે, તો મારી પ્રજા સમાન ગણીશ.”
એ વેળા ચરિત્રનાયક લખે છે, કે સંજાણ નવેતરી કહેવાતું. અર્થાત એ નવ ગાઉ પહોળું અને તેર ગાઉ લાંબું હતું. પછી તે પંદરમા સૈકામાં ફિરંગીઓ આવ્યા, કિલ્લો બાંધ્યો.
સંજાણુથી સરીગામ થઈ વાપી આવ્યા. અહીં વળી એમની ડાયરી નોંધે છે, કે
* પાલગઢમાં રાત્રીએ તથા અત્ર બપોરે સાધુના અનુચિત ભાષણથી તથા કલેશની ઉદીરણાથી ધની ઉત્પત્તિ થઈ. પણ તેની અસર પ કલાકથી વધુ રહી નહીં. મનમાં પશ્ચાત્તાપ-સમતાભાવ જાગ્રત થયો. ' જ ગ્રહો એક બીજાને પ્રેમથી મળી શકે છે, જનોના સાધુઓમાં ગચ્છના ભેદથી વા કોઈ ગમે તે કારણથી સાધુઓ એકબીવનને દેખીને અમૃતભરી દૃષ્ટિથી એકબીજાને પરસ્પર મળી શકતા નથી. ગચ્છગચ્છના સંધાડાના સાધુઓ સામાન્ય બાબતોમાં પણ એકબીજાને જોઈએ તે પ્રમાણમાં સંપીને વતો શકતા નથી. કેટલાક ઉત્તમ સાધુઓને મૂકી અન્ય સાધુઓમાં આમાંનું કંઇક અનુભવ કરવાથી માલમ પડે છે. વિક્રમ સંવતના દશમા સૈકા સુધી સાધુઓનું ઐક્ય ઘણું અતિહાસિક દષ્ટિથી અવલોકાય છે.
- “સુરતમાં આજ ઉદેશથી સં. ૧૯૬ ૭ની સાલમાં સાધુમંડળ ઊભું કર્યું હતું. પણ વિચારભેદે કલેશની ઉત્પત્તિ કરી તેથી સાધુઓનું એય કરવામાં મહાવિદન ઊભું કર્યું. ”
૩૫
For Private And Personal Use Only