________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
ગિનિષ્ટ આચાર્ય
તથા અપકાયની ચાલતાં વિરાધના થઈ. મનના દયામય છતાં અનુપયોગ દ્રષ્ટિથી અન્યના વિશ્વાસે ચાલતાં વિરાધના થાય તેમ ચાલવું પડયું....આ દેશ તરફ પ્રાણીઓની હિંસા ઘણી થાય છે, દયાનો ઉપદેશ આપે એવા વિદ્વાન જેને તૈયાર કરવાની જરૂર છે.” | વસાઈથી વિહાર કરીને અગાસી આવ્યા. અહીં મુનિ સુવ્રતસ્વામીનું ભવ્ય જિનાલય છે જેની પ્રતિષ્ઠામાં તેઓશ્રીએ મુંબઈ આવતાં ભાગ લીધો હતો. આ પ્રતિમાજી નાલાસોપારામાંથી મળી હતી.
સેપારા એ પ્રાચીન સમયન સૂર્ધારક બંદર. ગ્રીક અને અને વેપાર માટે અહી આવતા. અહીં જનોની આબાદી સારી હતી, પણ પછી તે કાળના વારાફેરામાં એ ઘસાઈ ગયું. કહેવાય છે, કે મેતીશા શેઠનાં વહાણ દરિયામાં ખવાઈ ગયેલાં. દિવસ સુધી ન કંઈ સર કે સમાચાર. તેમણે નિશ્ચય કર્યો કે જ્યાંથી મારાં વહાણા મને મળશે ત્યાં દેરાસર બાંધીશ. સોપારાની પાસે અગાસી બંદરે મળ્યાં, ને તેમણે મુનિ સુવ્રતસ્વામીનું દેવાલય નિર્માણ કર્યું. વખત જતાં એ જીર્ણ થયું. વિ. સં. ૧૯૬૫માં મુંબઈના ઝવેરીમંડળે જીર્ણોદ્ધાર ફંડમાંથી એને જિર્ણોદ્ધાર કર્યો. બે વર્ષે પ્રતિષ્ઠા કરી. ચરિત્રનાયકે એ વેળા પ્રતિમાજીની વાસચૂર્ણ વડે પ્રતિષ્ઠા કરી હતી.
અગાસીમાં કેટલાક દિવસ રહેવાનું થયું. આ વખતે મુંબઈથી શેઠ જીવણચંદ ધરમચંદ, શેઠ નગીનદાસ મંછુભાઈ, શેઠ કલ્યાણચંદ સૌભાગ્યચંદ વગેરે ચારસે ઝવેરીઓ વંદન અર્થે આવ્યા. આ પ્રસંગે નવાણું પ્રકારી પૂજા ભણાવવામાં આવી. ચરિત્રનાયકે પૂજાનો રંગ ઔર વધારી દીધું. અંતે સહુને ગરીબ જૈનોને સહાય કરવાનો આદેશ આપ્યો.
આ ઉપરાંત અગાસીના ખેડૂતોને એકઠા કરી તેમને સંસાર સુધારાને તેમ જ ધર્મ વિચારનો ઉપદેશ આપ્યો, ઘણાઓને દારૂની બાધા કરાવી.
અહીંથી વિરાર, સોપાલા, પાલગઢ થઈ વાનગામ આવ્યા. પાલગઢમાં એક જાહેર ભાષણ આપ્યું. વિરારથી આવતાં પગમાં કાંટો વાગ્યાથી પીડા થઈ, શરીર પણ અસ્વસ્થ રહ્યું ને વાચન ને ધ્યાન ન થતાં મન વ્યગ્ર બન્યું. એ દિવસે લખે છેઃ “શરીરબળ ખીલવીને તેને સાચવવું તેમજ તેને ધાર્મિક કાર્યોમાં ઉપગ કરે એજ ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય છે.” પાલગઢમાં તેઓ પ્રતાપગઢના સુંબડ શ્રાવકની દુકાનમાં ઊતર્યા હતા. વાનગામથી દહાણુ બારડી થઈ સંજાણુ આવ્યા.
વચ્ચેના દિવસોની નોંધ કહે છે:
“રાત્રીએ પિંડથુ ધ્યાન ધર્યું તેથી મનની નિર્વિકલ્પ દશા કેવી હોય તેનો અભ્યાસ થયો હોય એમ ભાસ્યું.
“ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રગટ થએલ “યોગની’ નામનું પુસ્તક વાંચ્યું. સુધારકે તરફથી રચાયેલા આ પુસ્તકમાંથી અપેક્ષાએ ઘણો સાર ખેંચી શકાય. સનારી એક વાર આ પુસ્તક વાંચે તે તેમાંથી કંઇક સાર ભાગ ગ્રહણ કરી શકે. એકંદર કલેશ, નિંદા વગેરે દોષથી મુક્ત કરાવવાના આશયવાળું આ પુસ્તક વાંચવા યોગ્ય છે.
For Private And Personal Use Only