________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેહમયીમાં
ર૬૧ કારણ એ છે કે, તેઓ ગાડરિયા પ્રવાહની પેઠે વ્યાખ્યાન શ્રવણ કરે છે, અને વ્યાખ્યાન શ્રવણ ક્ય પશ્ચાત તેનું વારંવાર મનન કરતા નથી. શ્રવણ બાદ મનન કરવું જોઈએ. આકાશમાંથી થયેલ વૃષ્ટિને તળાવ વગેરેને બાંધી તેમાં સંગ્રહવાથી દુષ્કાળના સમયમાં જળની અમૃત સમાન કિંમત ગણાય છે. તેવી રીતે ઉપદેશને હૃદયમાં ધારીને, તેના સંસ્કારો પાડવાથી ગુરુ ઉપદેશના વિરહમાં ગુરુનો ઉપદેશ તાજો રહે છે. અને તેથી રાગ-દ્વેષનું ઉત્પન્ન વારી શકાય છે. એવો આજ અનુભવ એક કારણથી થઈ આવે છે.”
|
X
શરોર નરમ હોવાથી બરાબર ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાઈ નહિ. પણ રાત્રિના સમયમાં ધર્મધ્યાન સંબધી ઉત્તમ વિચારો આવ્યા, અને મનની ચંચળતા જાણે ઘણી ટળી હોય એમ લાગ્યું.................પત્રના હુમલાથી પણ મનની સ્થિતિ બદલાઈ નહિ, અને અંતર્મુખ વૃત્તિ થઈ.”
“શ્રાવકોની દાક્ષિણ્યતામાં ફસાઈને સ્વતંત્રતાનો ત્યાગ કરે નહિ.”
“મુનિશ્રી ચારિત્રવિજયજી કૃત પ્રેમથી મુક્તિ” એ નામનું પુસ્તક વાંચ્યું. તે પુસ્તકમાં સામાન્ય સર્વસાધારણ વિચારપદ્ધતિની દિશા અવલેકાય છે. કેટલાક લેખ્ય વિષય આદેય છે, કિંતુ તે પુસ્તકને સાપેક્ષતાથી વાંચવામાં આવે તો સારું. સમ્યગદષ્ટિને સમ્યપણે સર્વ બાબતો સમજાય છે.”
મુંબઈથી વિહાર કર્યા પશ્ચાત કેટલાક મહિને યોગ્ય શિખ્ય સાધુઓને પાસે રાખવા. શિથિલ, આજ્ઞાપક, સ્વછંદી સાધુ-શિષ્યોને જુદે વિહાર કરાવવો એમ નિશ્ચય કરવામાં આવે છે. સુધારતાં નહિ સુધરે અને પાસે રહેલા વિનયી સાધુઓને પણ અવિનયી બનાવી દે એવા સડેલ પાન જેવા સાધુ શિષ્યથી દૂર રહેતાં સમાધિ અને ચારિત્રગુળની વૃદ્ધિ થાય છે, એમ હવે ચોકકસ વિચાર કરી નિશ્ચય કર્યો છે.”
અને કેટલાક લમીનંદનોના અભિમાન અને અટકચાળાથી ઘવાયેલું એ કવિદિલ કવિતામાં હૈયું ઠાલવે છે.
તમે ધનને ગણો વહાલું, બની કંજુસના બાપા, ધરો લક્ષ્મી તણો ફાંકે, તમારી ને મને પરવા. બન્યા લાખોપતિ તે શું, મળે ના લમીથી શાંતિ, નથી ધનથી મહત્તા કંઇ, તમારી ના મને પરવા. મરી મથતા તમે તેમાં, ગણીને પ્રાણથી પ્યારી, અમે એને ગણી ન્યારી, તમારી ના જરી પુરવા.
For Private And Personal Use Only