________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ તરફ
૨૧૩
કરતે ને કેમ્પ કરતો સંઘ કેસરિયાજી પહોંચે. ગામે ગામે પૂજાઓ, પ્રભાવનાઓ ને આપણા ચરિત્રનાયકનાં ભાષણ. ભાષણમાં શાસ્ત્રની અગમ્ય વાતો નહીં. જીવનસુધારણાની, જીવનવિકાસની, સમાજઉત્કર્ષની સાદી વાતે ચર્ચાય. ભાષણને અંતે એકાદ સુધારાને નિર્ણય થાય.
નાની નાની ઠકરાતાના ઠાકોર સુધી આ નાદ પહોંચ્યો, ને ઠાકોરો પણ ખાસ ઉપદેશ લેવા આવવા લાગ્યા
ટીટેઈના ઠાકોર વ્યાખ્યાનમાં આવ્યા. મુનિરાજે તેમને આત્મયા માટે કેવલ સપ્તવ્યસન ત્યાગ”ને ઉપદેશ આપે.
અમનગરમાં ત્યાંના કર્નલ પ્રતાપસિંહ રાણાને સુંદર પ્રવચન દ્વારા રાજધર્મ સમજાવ્યો.
રૂપાલમાં રૂપાલ-ઠાકોરને સદુપદેશ આપ્યો. ડુંગરપુરમાં ત્યાંના દીવાન વગેરે કર્મચારી-મંડળને કર્તવ્યબોધ આપે.
આ બેધની સાથે ધ્યાનપ્રવૃત્તિ ચાલુ જ હતી. ટીટેઈ ને રૂપાલમાં ગામ બહાર ખુલ્લી કુદરતમાં ધ્યાન ધરતાં તેમણે પ્રસન્નતા અનુભવી હતી. સામળાજીમાં સંઘે બે દિવસની સ્થિતા કરી. એ દિવસોમાં શામળાજીની ભૂમિને પોતે ધ્યાન ધરી પવિત્ર કરી.
અને છેલ્લી મજલે કેસરિયા દેવનાં દર્શન કરી તેમને ખૂબ આનંદ થયો. આ “કાળા દેવને જૈન-જૈનેતરે સહુ ખરા ભાવથી ભજે છે, ને શ્રીમંત કે ગરીબ, જૈન કે અજૈન જે એને શ્રદ્ધાથી આરાધે છે, એનું કલ્યાણ કરે છે. સંસાર તે સ્વાર્થી છે. સ્વ–રિછતની પ્રાપ્તિ પછી બાધા કરવા આવતા યાત્રાળુ વગ શેર અને મણુના હિસાબે ત્યાં કેસર વહાવે છે. ‘કેસર કેરા કીચ ”નું વાક્ય ત્યાં યથાર્થ જેવાય છે.
આ અદ્દભુત તીર્થ ચરિત્રનાયક પર મોહની કરી. એનું ધ્યાન ધરતા એ ભેળા મનના મુનિ સૂતા, તે સ્વપ્નમાં શાસનદેવ પ્રત્યક્ષ થયા ને દર્શન આપ્યાં. એ વખદશને રગરગમાં નવચેતન આપ્યું. કોઈ દિવ્ય પ્રેરણા જાણે એમને પ્રેરતી લાગી. તેમને પિતાનું કવિત્વ નિઝરતું લાગ્યું, ને ત્યાં ને ત્યાં એક સ્તવન રચાઈ ગયું.
“ કેસરિયા તીથ બડા ભારી.”
આ ગાયન તેઓશ્રીના ભજનસંગ્રહના અગિયાર ભાગમાં સહુથી પહેલા ભાગમાં અને તેમાં પણ પહેલું મૂકયું છે. આ પવિત્ર તીર્થક્ષેત્રમાં પંદર દિવસ સુધી સંઘ રહ્યો. ચરિત્રનાયક અહીંની સુંદર કુદરતને પણ લાભ લઈ રહ્યા હતા. રોજ સવારના પહોરમાં તેઓ દક્ષિણ તરફની ટેકરીઓમાં ચાલ્યા જતા ને ત્યાં ધ્યાન લગાવતા. ખુલ્લી કુદરત, માતાના ધાવણ જેવી હવા, લીલીછમ ટેકરીઓ ને જાતજાતનાં રંગબેરંગી પંખીઓ ! અહીંના કેત
માં વાઘ પણ વસે છે, ને વનને આ રાજ જ્યાં વસે ત્યાં વનરાજિ અપાર સૌદર્ય ધરે ! ગાઢ જંગલો, સુંદર ઝરા, ઊડી બખેલે, મખમલી ઘાસનાં મેદાન ને મોટાં મોટાં મગ
For Private And Personal Use Only