________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
ગનિષ્ઠ આચાર્ય
પડી ગયો. સિદી વંશના આ રાજવીએ આ સાધુ મૂર્તિને ધારી ધારીને નિહાળી. થોડી તત્વની ચર્ચા છેડી દીધી. એ ચર્ચાએ એક નવીન જિજ્ઞાસા પેટાવી. એ પ્રસંગે બંને વચ્ચે પરિચયને લાંબે ગાળે નિર્માણ કર્યો. રાઓલશ્રી આ તેજથી ઝળહળતા મસ્ત ખાખી પર પ્રસન્ન થઈ ગયા. એની પડદર્શનની ચર્ચા પર મુગ્ધ થઈ ગયા, ને જૈનધર્મ ને જૈનતોની ચર્ચાએ તો તેમને વશ કરી લીધા.
મુનિશ્રીએ રાજવી વર્ગને સમજાવતા કહ્યું કે “શાસ્ત્રમાં લખ્યું છે, કે પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ તેનું રક્ષણ કરનાર રાજાને પ્રાપ્ત થાય છે, ને રક્ષણ ન કરે તો અધર્મને છઠ્ઠો ભાગ પણ તેને લાગે છે. અમારા આગમમાં પણ કહ્યું છે, કે પુણ્યનો યા પાપને વીસમે ભાગ ચક્રવતી ને, દશમો ભાગ વાસુદેવને ને છઠ્ઠો ભાગ માંડલિક રાજાને મળે છે. યથા રાજા તથા પ્રજાને અર્થ તમારે સમજવાને છે. તમે કેવલ પ્રજાની ધનસંપત્તિના રક્ષક નથી, એમના પાપ-પુણ્યના પણ ભાગીદાર છે.”
મુનિજ, મારાં દ્વાર તમારા કાજે સદા ખુલ્લાં છે.” રાઓળછ મુનિ પર ફિદા થઈ ગયા હતા.
પણ એ દ્વાર લાકડાનાં કે અંતરનાં ?” “વખતે ખબર પડશે.”
વિ. સં. ૧૯૬૨ માં વીજાપુરના પાંડેચી આ વાડીલાલ હરિચંદ નામના સદગૃડસ્થની બહેન પાલીબહેને કેસરિયાજીનો સંઘ કાઢવાનો નિર્ણય કર્યો. ગુરુશ્રી સુખસાગરજી અને આપણા યેગી મુનિને સાથે પધારવા વિનંતી થઈ.
કેસરિયાજી તીર્થ સુધીને પ્રવાસ એટલે નાનાં ગામડાં, સુંદર વન અને ઉપવનો, નાનાં કોતરે, આછી નદીએ ને નાના નાના ડુંગરાઓ વચ્ચેનો પ્રદેશ ! રળિયામણો, હરિયાળે, સુંદર સોહામણે ! નાનાં નાનાં ગાડાંની હાર ધીરે ધીરે કૂચકદમ કરતી હોય, કોઈ ઠેકાણે વાત, કોઈ સ્થળે સંવાદ, કોઈ સ્થળે વિનોદ ચાલતો હોય. ને સહ પડાવ કરે ત્યાં નાનું પરું વસી જાય. રાતે ચાંદની ઝરતી હોય કે ચેકીદારોનાં નાનાં નાનાં તાપણું તેજ વેરતાં હોય ત્યારે ગરબાની, ભજનની, સજઝાની, સંગીત રસની સરિતા રેલી રહે ! વાણિયાના સંતાને ખુલ્લી કુદરતમાં, ઉઘાડા આકાશ નીચે, શિયાળ ને સેંકડીના સ્વરે સાંભળતા જીવનમાં એ વેળા જ સૂએ !
આગગાડીએ જીવનની શાંતિ હરે, એમ યાત્રાનું મહાભ્ય પણ એવું કર્યું. યાત્રાથી સગવડોને શેખીન બની સગવડીઆ ધર્મને પાલક બની ગયે.
આ યાત્રા સંઘમાં આમંત્રણ એટલે ચોમાસે મોરલાને કળા કરવાનું કહેણ! ચરિત્ર નાથક ગુરુશ્રી સાથે ચાલી નીકળ્યા. માગસર મહિનાના શુભ દિવસે સંઘે પ્રયાણ કર્યું.
ધનપુરા, સાહેબાપર, અમનગર, હિંમતનગર, રૂપાલ, ટીંટોઇ, શામળાજી, શામેરા, નાગફણુ પાર્શ્વનાથ, વીછુવાડા, ડુંગરપુર, દેવલ, ખેરવાડાની છાવણી, લાંપને કુ એમ કૂચ
For Private And Personal Use Only