________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથલેખનના શ્રીગણેશ
૨૦૩ શૌચથી નિવૃત્ત થઈને આવતા હતા. તાપીના ઊંડા જળમાં એક માછી જાળ નાખીને આશાભર્યો ઊભો હતો.
મુનિરાજ તેની સમીપ ગયા, ને તેને કહ્યું: “ભાઈ, જાળ બહાર કાઢી લે. મારા દેખતાં ફરી જાળ નાખીશ મા !”
મુનિરાજ કંઈ સરકારમાબાપ નહોતા, કે એમને હેડ કેયડો વાગતો નહોતે ! પછી એમને આ હુકમ માનવાની જરૂર? માછીએ તે પોતાની જાળ વધુ વિસ્તીર્ણ કરી.
“વારુ ત્યારે, ભલે નાખ. એક પણ માછલું એમાં નહીં આવે.”
ને તેમણે એક કાંકરી પાણી તરફ ફેંકી, તેમ જ પિતે એક કલાક સુધી ત્યાં નજર મલાવીને ખડા રહી ગયા.
માછીમાર માથાકૂટ કરીને થાક્યો. એક નાની માછલી પણ એને જોવા ન મળી. એને લાગ્યું કે નકકી કેઈ અબધૂત ખાખી છે.
એ તેમને પગે પડયો, ને બાવાજીના હુકમ માગે. “આજને દહાડે પાપની કમાણી બંધ કર! જાળ ઉઠાવી લે ને ઘેર જા !”
માછી તરત જાળ ઉઠાવીને ચાલ્યો ગયો. આ ઘટના સત્ય છે, એ નિઃશંક વાત છે. કઈ એને હીપ્નોટીઝમ કહે, કે ઈ મેમેરીઝમ કહે, કઈ કંઈ કહે હું એને જીવનપ્રતિભાઆત્મબળ કહું છું.
સૂરતનું ચાતુર્માસ પૂર્ણ થયે, કારતક વદમાં તેઓશ્રીએ પિતાના ગુરુજી સાથે પાદરા તરફ વિહાર કર્યો.
For Private And Personal Use Only