________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
યોગનિષ્ઠ આચાર્ય
- “કીર્તિ, પ્રતિષ્ઠાની વાસના વિના હું ધર્મકાર્ય કરીશ. નિરાસક્ત ભાવે સર્વ પ્રવૃત્તિ કરીશ. વકતા તરીકેની, અને ચારિત્ર્ય પાલન તરીકેની પ્રવૃત્તિમાં મનમાં માનપૂજા, કીતિ– પ્રતિષ્ઠાની વાસના રાખીશ નહીં, અને આત્માની શુદ્ધિ અર્થે કટિબદ્ધ રહીશ. કેઈ આ દેખાતા શરીર, નામ વગેરેની કીર્તિપ્રતિષ્ઠા કરશે તે સમજીશ કે એ બધી કર્મની લીલા છે. અકીતિ કે અપ્રતિષ્ઠા કરશે તો પણ એમ જ સમજીશ.
લકીરના ફકીરની પેઠે ધર્મશાસ્ત્ર સંબંધી રાગદ્વેષ, હઠ-કદાગ્રહ કરીશ નહીં. આત્માની પરમાત્મ દશા થવામાં ધર્મશાસ્ત્ર ઉપયોગી નિમિત્ત સાધનો છે, એવું જાણીને એમાંથી સાત નોની સાપેક્ષ દૃષ્ટિએ સત્યસાર ગ્રહણ કરીશ. તેમ જ સર્વ દશનનાં દ શાસ્ત્રોના વાચન-મનનથી સાપેક્ષ દષ્ટિએ સત્ય ગ્રહણ કરીને તે સત્ય જ કહીશ અને લખીશ. જ્ઞાન, ધ્યાન, સમાધિથી આત્માની શુદ્ધિ કરીશ અને મોક્ષાથે ધર્મશાસ્ત્રોને ઉપયોગ કરી આત્માનું અનંત સુખ અનુભવીશ.
આ દેહનું આત્મધર્મ પ્રગટાવવા માટે અન્નપાન-આદિથી રક્ષણ કરીશ, પણ “હું દેહ છું ને દેહનાશથી મારો નાશ છે” એમ માનીશ નહીં. દેહને વસ્ત્રની જેમ ઉપયોગી માની, અંતરમાં ભય વિના ભાડાના ઘરની પેઠે તેનું પાલન-રક્ષણ કરીશ.
કમરણ કરીશ. સમ્યગ જ્ઞાની એ આત્મા જે ત્યાગી થાય છે, તે તે સર્વ સંગમાં નિસંગ રહી આત્મધર્મનું આરાધન કરે છે. જેને કર્મને પાશથી મુકત થવું છે, એને ત્યાગ અવસ્થાના ચારિત્ર સમાન અન્ય કોઈ પ્રબળ સાધન નથી. ત્યાગાવસ્થામાં આત્માના ગુણો વિશુદ્ધ કરવાનો વખત ઘણો મળે છે, અને અન્ય સાધનો પણ ખૂબ આવી મળે છે. ગૃહસ્થદશામાં કર્મરાજાના સૈનિકોનું ખૂબ જોર ચાલે છે, પણ ત્યાગાવસ્થા ત્યાં મહાન કિલા સમાન બને છે, જેમાં રહીને આત્મા કર્મ પર વિજય મેળવે છે. ત્યાગાવસ્થાથી આત્માને શુધ્ધો પગ ધારણ કરવામાં ઘણી સહાય મળશે, ને નિરુપાધિક દશા પ્રાપ્ત થશે. હવે હું મારા આત્માના સ્વરૂપમાં રમીશ અને સર્વ વિશ્વ જીવોની દયા પાળીશ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, આ પાંચ મહાવ્રત યુકત થઈ અન્ય લેકેને જગાડવા માટે સેવાધર્મ આચરીશ. દેશદેશ, નગરેનગર, ગામેગામ ફરીશ અને કર્મ પ્રકૃતિને કારણે દુઃખી થતા સર્વ લોકોને સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવીશ.
- “મારે જૈન શાસ્ત્રોના આધારે સાધુ, સાધવી, શ્રાવક કે શ્રાવિકા કરવાં પડે તો તે ધર્માર્થ કરીશ. એમાં કંઈ વેશક સ્વાર્થ નથી. અહં મમતા વગર સાધુ બનાવવાની આત્મોપગો ફરજ બજાવીશ. કદાચ તેમાં મેહ પ્રવેશ્યો તે જ્ઞાનોપગથી જાણી લઈશ, અને જ્ઞાનથી કાઢી નાખીશ. ચેલા–ચેલી કરવા એ મારી ધાર્મિક ફરજ સમજીશ, પણ તેથી તેમાં હું કર્મ કે મેહ ધારીશ નહી. ગછ વગેરેને વસ્ત્ર-દેહની જેમ ધાર્મિક સાધન તરીકે ઉપયોગી માનું છું. સાધુ વગેરેનું મંડળ વધે તેથી તેઓનું અને અન્ય લોકોનું કલ્યાણ થાય. આપણી જ્ઞાનીના આત્મામાં આશ્રાને પણ સંવરરૂપે અંતરમાં પરિણમાવવાનું સામર્થ્ય પ્રગટે છે. તે તે ગચ્છ,
For Private And Personal Use Only