________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર ગરજીના ત્રણ સ્થા
૧૭.
સમજાવ્યા, પણ તે તે એકના બે ન થયા. આખરે રૂખમણી બહેનના સમજાવ્યાં સમજેલાં માતાપિતાએ, રવચંદજીને વિધિપુરઃસર દીક્ષા લેવા મંજૂરી આપી. જુવાન રવચંદજીનો શાંત સત્યાગ્રહ ફળે, ને તેઓ શ્રી. નેમિસાગરજીના હસ્તે વિધિપૂર્વક દીક્ષા અંગિકાર કરી રવિસાગરજી બન્યા.
શ્રી. નેમિસાગરજી મહારાજના શિષ્યમંડળમાં રવિસાગરજી ઉપરાંત ધર્મસાગરજી, કપૂરસાગરજી, ગૌતમસાગરજી, વિવેકસાગરજી હતા, ને સાધવી જયશ્રીજી વગેરે હતાં. પિતાનાં શિષ્યાદિ પર તેમના પર કાબૂ હતો.
- સાધ્વી જયશ્રીજી ચુસ્ત વીતરાગ ધર્મનાં ઉપાસક હતાં. એક વાર સપડતાં તેમણે નવકાર મંત્રનું આરાધન કરી તેનું ઝેર ઉતારી નાખેલું.
શ્રી. ધર્મસાગરજી મૂળ અમદાવાદના વતની હતા. તેઓએ વિ. સં. ૧૯૦૮માં દીક્ષા લીધી હતી. શ્રી. રવિસાગરજી મહારાજને ગચ્છ-સંઘાડા પ્રવર્તાવવામાં સારી મદદ આપી હતી. બને ગુરુભાઈ ૧૯૫૪ માં સ્વર્ગસ્થ થયા.
શ્રી. કપુરસાગરજી અટલ ગુરુભક્ત હતા. તેઓ ખરા બપોરે સૂર્યની આતાપના લેનાર, એક જ વખત આહાર કરનાર, વૈરાગ્ય, તપ ને ત્યાગની જીવંત મૂતિ હતા.
શ્રી. વિવેકસાગરજીની જન્મભૂમિ અમદાવાદ હતી. તેઓ વિવાહિત હતા. વૃદ્ધાવરથામાં પાંજરાપોળના ઉપાશ્રયે પંદરથી વીસ ચાતુર્માસ કર્યાં હતાં. શ્રી, આત્મારામજી મહારાજ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમની અને રાજેન્દ્રસૂરિજીની ચર્ચામાં આ મુનિવરે સારો ભાગ લીધો હતે.
- શ્રી. ગૌતમસાગરજીને ઝવેરસાગરજી નામના શિષ્ય હતા, ને તેમના શિષ્ય આનંદ સાગરજી હતા. આ આનંદસાગરજી તે હાલના જાણીતા આચાર્ય શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી.
એક જ દશકાની ઉત્કૃષ્ટ સાધુતાને કાળ હજુ વટાવી ચૂકયા નહતા, ત્યાં શ્રી. નેમિસાગરજીને કાળના ભણકારા વાગવા લાગ્યા. પેથાપુરમાં એક વ્યાખ્યાન પ્રસંગે તેમનાથી અનુપયોગે કંઈ બોલાઈ ગયું. પરિમિત, વિચારોને, તેળીમાપીને બેલનારાથી ખલના થઈ ગઈ. તેમણે તરત જ ત્યાં કહી દીધું, કે -
અબ યહ શરીર થોડે દિનકા મહેમાન હૈ.”
અને બન્યું પણ તેમ જ. શ્રી. શંખેશ્વર તીર્થની યાત્રા કરીને પાછા ફરતાં મુંજપર ગામમાં તેમને દેહ છૂટી ગયો. તેમની પાટ પર તેઓ શ્રી. રવિસાગરજીને સ્થાપન કરતા ગયા.
શ્રી. રવિસાગરજી મહારાજે પોતાના ગુરુબંધુઓ સાથે રહી ગુરુદેવનું અધૂરું કાર્ય શરૂ કર્યું. ક્રિયાકાંડમાં પ્રવીણ, શાન્ત, અનુભવી ને વૈરાગી રવિસાગરજીએ થોડા વખતમાં પિતાના ચારિત્રથી શુધ સાધુતાને વિશેષ ઉજજવલ કરી. ત્યાગ અને તપના માર્ગમાં તેઓ પોતાના
For Private And Personal Use Only