________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર ગચ્છના ત્રણ સ્થ
૧૭ મણીબહેન સમક્ષ બોલી ગયા, કે નેમિસાગરજીએ અમદાવાદમાં વધરા ( ઝઘડા) ઘાલ્યા.”
આ સાંભળી શેઠાણીને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું: હું તો ગુરુ નેમિસાગરજી પર પૂર્ણ શ્રદ્ધા-ભકિત ધારણ કરું છું. તમારા કરતાં હું ગુરુને વિશેષ ગણું છું. ગુરુ તે ભભવના ઉપકારી છે. ”
આમ ઘરોઘરમાં આ ઝઘડા પ્રવેશ્યા હતા, પણ નેમિસાગરજીનો અફર નિર્ણય હતો. યતિઓ હવે તે તેમનું છડેચોક અપમાન કરવા લાગ્યા, “ નગુરો કરી ભાંડવા લાગ્યા, પણ આ પ્રતાપી પુરુષે પિતાની જેહાદ અણનમ રાખી.
આખરે વાદ-ચર્ચા પર વાત આવી. બે પક્ષ બરાબર જવામાં આવ્યા. એક પક્ષમાં શિથિલાચારી યતિવર્ગ, શ્રી પૂજ્ય ને કેટલાક શિથિલ સંવેગી સાધુઓ સંયુક્ત થયા. બીજી તરફ શ્રી. નેમિસાગરજીએ પિતાને પક્ષ જ્યો. ને બે પક્ષો વચ્ચે હારજીતનું યુદ્ધ શરૂ થયું. પણ સંવેગી સાધુતાના પુણ્ય શ્રી નેમિસાગરજી જીત્યા, ને ત્યારથી સંવેગી સાધુઓ આ જોહુકમીથી મુક્ત બન્યા.
વિશેષમાં એ જ વખતે “ચિદાનંદસ્વરોદય’ના સમર્થ વિદ્વાન કર્તા શ્રી. કપુરચંદ્રજી હકીભાઈની વાડીમાં આવીને ઊતર્યા. બંને પક્ષના જેને તેમની પાસે ગયા, ને બેમાંથી કોણ સાચું તેને જવાબ માગ્યો.
, શ્રી. કપુરચંદ્રજીએ માર્મિક ને ટૂંકા શબ્દોમાં કહ્યું કે, “સુવિહિત ક્રિયા માટે શ્રી. નેમિસાગરજી કહે છે, તે સત્ય છે.”
| સામાન્ય રીતે “પરપ્રત્યયનેય ” બુદ્ધિવાળા શ્રાવકે એ વખતથી સુવિનીત સાધુઓ તરફ ભાવથી જોવા લાગ્યા. શ્રી. નેમિસાગરજીએ સાધુત્વની પ્રચંડ પરિસીમા બતાવી. તેઓ પિતાને સામાન પિતે જ ઊંચકતા, ને પિતાનો ગોચરી પિતે જ દૂર દૂર સ્થળે જઈને વહોરી લાવતા. ગોચરી દોષ માટે તેમની અપૂર્વ તકેદારી હતી. તેઓ હમેશાં એક જ વખત આહાર કરતા. શરીરની શુશ્રષા તો કેઈની પાસે જીવનભર કરાવેલી નહીં. સંથારામાં એશીકાની જરૂર પડતાં ઈટ રાખીને સૂતા, ને ચાતુર્માસમાં પાટનો ખપ પડતાં ગૃહસ્થના ત્યાંથી જાતે ઊંચકી લઈ આવતા. મુખે મુહપત્તી રાખીને બોલવામાં ભારે ઉપગ રાખતા. આયંબિલ તપને તે મહાતપ ગણુતા, ને નિર્દોષ ને ચુસ્ત રીતે કરવાની હિમાયત કરતા.
| નરેડાનાં પદ્માવતી માતા તરફ તેમને અત્યંત શ્રદ્ધા હતી. એક વખત શેઠ દલપતભાઈ, તેમનાં માતુશ્રી વગેરે નરોડા દર્શનાર્થે ગયેલાં. અચાનક આ નિઃસ્વાથી નિર્લોભી સાધુરાજના મુખથી શબ્દો સરી પડ્યાઃ
““માઈ, તેરા લડકા દલપતભાઈ વીસ લાખકા આસામી હોગા, ઔર સિધ્ધાચલકા સંઘ નિકાલેશે.”
અબધૂતોના આશીર્વાદ સઢા ફળ્યા છે. એક તરફ તેમની અબધૂતાઈ સંસારને ભેદી
For Private And Personal Use Only