________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TITUTILA
સાગર ગચ્છના ત્રણ રસ્થ
[૪]
પાલીના મારવાડી શ્રાવક નગરાજજી અમદાવાદમાં આવ્યા છે. પાનાભાઈની વાડીમાં ઊતર્યા છે, ને પોતાની ધર્મકરણીથી સહુને પ્રતિબોધ પમાડી રહ્યા છે. બારવ્રતના સમર્થ પ્રતિપાલક છે, ખડતલ દેહ છે, સુંદર સ્વસ્થ મુખમુદ્રા છે, કોઈનાથી ક્ષોભ ન પામે તેવી પ્રતિભા છે. જૈનત્વના આદશ નમૂનારૂપ નગરાજજી છે. ન્યાયવિભવસંપન્ન દ્રવ્ય જ ખાવું, એના પાકા હિમાયતી છે. નીતિ, પ્રમાણિક્તા, વચનટેક ને વિધિમાર્ગના પરમ ઉપાસક છે. ખેટી રીતે, ખોટે ભાગે આવેલી પાઈ પણ તેમને ખપતી નથી. મારવાડથી એક
બહુવા ” (પાકીટ ) લાવ્યા છે, તેમની પ્રતિજ્ઞા છે, કે એમાંનું દ્રવ્ય પહોંચે ત્યાં સુધી જ ગૃહસ્થવેષ રાખો ને પછી સાધુ થવું.
એક વાર પાનાભાઈની વાડીમાં પ્રતિક્રમણ કરતાં આદર્શ શ્રાવક નગરાજજીથી પ્રમાદ સેવાઈ ગયે. વિચારની શુદ્ધિમાં ખલના પડી ગઈ. એ મહાન શ્રાવકે તરત જ આલોચના કરવા માંડી. “અરે, પ્રમાદ કરવાનું કંઈ કારણ? નક્કી, જેવું અન્ન તેવો ઓડકાર. “અન્ન વૈ મનઃ” આજ ખાવામાં અન્યાયનું દ્રવ્ય આપ્યું લાગે છે.” તેમણે તપાસ કરવા માંડી. તપાસ કરતાં માલુમ પડયું કે તેમના રસોઈયાને લાકડાનો ખપ હતું. રૂખમણી શેઠાણીના હઠીસંગ નામના ગુમાતાએ પોતાના શેઠના ગંજમાંથી જોઈએ તેટલાં લઈ લેવા કહેલું. રાઈયાએ એ લાકડાં મફત લઈને રાઈ કરેલી.
બરાબર, ભૂલ પકડાઈ ગઈ.
શ્રી. નગરાજજીએ શેઠ હઠીસિંગના દહેરાસરની પ્રતિષ્ઠામાં યોગ્ય ભાગ લીધો. રૂા. બાર લાખના ખર્ચે તૈયાર થયેલ આ દેરાસરની પ્રતિષ્ઠામાં પાંચથી સાત લાખ ખર્ચા. અજબ માનવમેદની જામી હતી. દિલ્હી દરવાજાથી શાહીબાગ સુધી લોકોને પડાવ હતો. વિ. સં.
For Private And Personal Use Only