________________
Shri Mahavir Jain Aradhana Kendra
એ મહાન શ્રમસ સ્થા
www.kobatirth.org
૧૬૫
આ ભદ્રબાહુ સ્વામી સકલશ્રુતજ્ઞાતા, ચૌદ પૂર્વાધર, ને મહાન જ્ઞાની હતા. મહાન
જેતા સિકંદર એ વેળા ભારત પર ચઢી આવ્યેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિકંદર ‘ અલેકઝાંડર ધી ગ્રેટ ’ના નામથી પ્રખ્યાત છે. આ ચેાધ્યાને જગત જીતવાનાં સ્વપ્ન હતાં. એણે હિંદુ પર ચઢાઈ કરી. હિંદુકુશના રાજા શશિગુપ્તે એનેા સામનેા કર્યાં પણ એ હાર્યાં. સિકંદરની પ્રચંડ શક્તિથી ડરીને તક્ષશિલાના આંભી રાજાએ પણ તેની આધીનતા સ્વીકારી. પણ રાજા પુરુ (પારસ) એની સાથે લઢયા. ભારતવષઁની વીરતાના એણે રિચય કરાવ્યે, પણ આખરે હાર્યો.
તક્ષશિલા આ વેળા મહાન વિદ્યાનું કેન્દ્ર હતું, ને મહાન પાણિની, ચાણકય ને વરરુચિ ત્યાંના મહાન વિદ્યાથી હતા. સાતમાં પધર શ્રી સ્થૂલિભદ્રજીના પિતા શકટાલ નદ સામ્રાજ્યના મહામાત્ય હતા. આ નંદ સામ્રાજ્યને મૌ વશી ચાંદ્રગુપ્તે છિન્નભિન્ન કરી નાખ્યું,
આમ કેટલેાક કાળ ભારતવષ માં લડાઈના કાળ તરીકે ગયેા. લેાકેા શસ્ત્ર-અસ્ત્રમાં પડયા. ખેતી ઓછી થઇ ને વરસાદ એ વખતે ન આવ્યેા. મેટાં યુધ્ધ પછી અનિવાય રીતે આવતા મહાન દુષ્કાળ આવીને ખડા થયા. ગૃહસ્થાને પેટપૂર ખાવા ન મળે ત્યાં સાધુ અને ભિક્ષુકાને કણ આપે ?
જૈન સંઘે સાધુઓને દક્ષિણ તરફ દરિયાકિનારે મેાકલ્યા; પણ શ્રમણસમુદાય બહુ જ આપત્તિમાં આવી પડયે . દૂરદૂરના ભયંકર પ્રવાસ, ક્ષુધા ને તૃષાના પરિષહેા–રણવગડાની ડરામણી વાટ—જેમ તેમ સાધુએ ત્યાં પહેાંચ્યા. જીવનરક્ષાની આ ભયંકર જેહાદામાં જ્ઞાનધ્યાન વીસરી ગયા.
દુષ્કાળમાંથી નિવૃત્તિ થતાં જૈનસંઘે ફરી સવ અંગેાના સગ્રહ માટે પાટલીપુત્રમાં વાચના ગાઠવી, ને જીવિત રહેલા વિદ્વાન સાધુએ પાસેથી સ અંગેા સાંભળી ગ્રંથસ્થ કર્યાં. આમાં અગિયાર અગા મળ્યા, પણ બારમા અંગના એક માત્ર જાણકાર ભદ્રબાહુ સ્વામી નેપાળમાં મહાપ્રાણ નામનુ ધ્યાન ધરી રહ્યા હતા.
.
*
પાટલીપુત્રના પ્રતાપી સંઘે પેાતાના સંદેશવાહક દ્વારા સ્વામીજીને પધારવા ને છેલ્લું અંગ ગ્રંથસ્થ કરાવવા કહ્યું. પણ સ્વામોજીનું ધ્યાન બાકી હતું. તેમણે આવવા ના કહી. શ્રીસંઘે ફરીથી એ સાધુ મેાલી પુછાવ્યુ` કે “જે સાધુ સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા કરવી ?’’ વિદ્વાન સ્વામીજી સમજી ગયા. તેમણે તરત વિનતી કરી કે ‘ સ`ઘ મારા પર પ્રસાદ કરી જિજ્ઞાસુઓને અહીં માકલે. હું છેલ્લું અંગ અહીં પૂરુ કરી દઇશ.' શ્રી.સંઘે કામવિજેતા શ્રી સ્થૂલભદ્રજીને પાંચસે સાધુએ સાથે ત્યાં મેાકલ્યા. પણ જીવનની કઠણાઇઓ એટલી હતી કે થાડા વખતમાં પાંચસામાં એકલા સ્થૂલિભદ્રજી જ ભણનાર રહ્યા. -
શ્રી. સ્થૂલિભદ્રજી પછી યક્ષા સાધ્વીએ ઉછેરેલા આય મહાગિરિ ને આર્ય સુહસ્તિમાંથી સુહસ્તિસૂરિ છેલ્લા પટ્ટધર બન્યા. પૂર્વના જ્ઞાનના ધારક આ સુહસ્તિસૂરિ છેલ્લા હતા.
*બાર દુકાળીની કલ્પના અત્યારે રેશનના જમાનામાં જીવનારી બરાબર સમજી શકે છે.
For Private And Personal Use Only