________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
ચેાગનિષ્ઠ આચાય
વિનાને આદમી સઢ વિનાના નાવની જેમ જ્યાં ત્યાં ફરે છે, અકળાય છે, એટલે એક વાર વિચાર કરીને જે વાતનેા નિશ્ચય કર્યાં, તેમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવવી. ( ૪ ) ચેાથી વસ્તુ, સંયમવી. શ્રદ્ધાથી પ્રાપ્ત ધનું વીરતાપૂર્ણાંક આચરણ કરવું. સમજી લેજો કે બહુ જ ઓછા માણસા માનવભવ પ્રાપ્ત કરે છે. એમાં બહુ ઓછા ધ શ્રવણ કરે છે, એમાંથી પણ હુ આછા શ્રધ્ધાવાન અને છે, અને એ શ્રધ્ધાવાન થવા માત્રથી ક્રિયાવાન થવાતું નથી. સ્વીકૃત મા` પર ચાલવું અસિધારા પર ચાલવા કરતાં પણ દુર્લભ છે. સ’ગ્રામનાં સ`ગ્રામ જીતનારા મહાબલી ચેાધા કષાયના નાના એવા યુધ્ધમાં હારી જાય છે. ’’
આ સંયમ-વીના માર્ગના અનુયાયીએ પાંચ પ્રકારનાં મહાવ્રત પાલવાનાં હોય છે.
( ૧ ) સૂમ અથવા સ્થૂલ-બધા પ્રકારના જીવાની મન, વચન ને કાયાથી હિ'સા ન કરવી, ન કરાવવી કે ન પ્રેરણા આપવી. આ વ્રતને પ્રાણાતિપાત વિરમરણ વ્રત કહે છે. (૨) એવી જ રીતે મન, વચન, કર્માંથી અસત્ય ભાષણને માટે પણુ પ્રતિબંધ છે, ને એનુ નામ મૃષાવાદવિરમરણુ વ્રત કહે છે.
આવી જ રીતે ચારી ન કરવા વિષયક ત્રીજી અદ્યત્તાદાન વિરમણ વ્રત છે. અને આવી જ રીતે વિષય-ભાગ ત્યાગ કરવા માટેનું ચાથું મૈથુન વિરમણ વ્રત ને પાંચમુ પરિગ્રહ વિરમણ વ્રત, ધન-ધાન્યાદરૂપ બાહ્ય પરિગ્રહ ને રાગદ્વેષાદિ આભ્યંતર પરિગ્રહના સર્વથા ત્યાગ કરવા રૂપ છે.
આ પ્રકારના સંયમી-સવિરતિ શ્રમણ કહેવાય, ને તે કમ મુકત થઈ અનન્ત સુખનું મૂળ જે મેાક્ષ તેને પ્રાપ્ત કરે છે. આ ઉચ્ચ પ્રકાર છે, ને મહાપુરુષાથી જીવા તેનું અવલ’બન લે છે.
પણ એવા ચ જીવા છે, જેઓ આવા મહાપુરુષાથી નથી, ને ઉપરની વસ્તુના સથા ત્યાગ કરી શકતા નથી. શ્રમણ ભગવાન મહાવીરે તેને દેશિવરતીના માગ ખતાન્યેા, જેમાં ઉકત પાંચ વ્રતે ઉત્કૃષ્ટ નહી' પણ સામાન્ય રીતે પાળવાનાં હતાં. તે ગૃહસ્થ રહે, શ્રમણાપાસક રહે, ને નીચેનાં બાર વ્રત પાળે.
૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-ચાલતાં ફરતાં ( ત્રસ ) જીવાની નિષ્કારણ હિંસા ન કરે. ૨ સ્કૂલમૃષાવાદ વિરમણ, સ્થૂલ જૂઠ ન લે. સ્થૂલ અદત્તાદાન વિરમણ,—જે લેવાથી મનુષ્ય ચાર થાય તેવી ચીજ તેના સ્વામીની રજા વગર ન લેવી. સ્વ–સ્રી સતેાષ, પર–સ્રી ત્યાગ, સ'પત્તિનુ` નિયમન, ગમનાગમનનું નિયમન, ખાનપાન, મેાજ–શેાખ ને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનુ નિયમન, નિરર્થક પ્રવૃત્તિઓના ત્યાગ, ( અનંદંડ વિરમણ ), સામાયિક, દેશાવકાશિક, પૌષધાપવાસ ને અતિથિ વિભાગ, આ બાર ત્રતાનું પાલન કરવું.
આ અનુશાસન અદ્દભુત હતું. સાદા શબ્દોમાં વીજળીના આંચકા હતા. એમાં સત્યની સાદાઇ, આત્માની મહાનતા ને નીતિનિયમેની નિખાલસ ચર્ચા હતી. ક્રિયાકાંડાની જટિલતા
For Private And Personal Use Only