________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
યાનિષ્ઠ આચાય
તીર્થંકર પછી તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે આ તત્ત્વને વેગ આપ્યા. તે પુરાણપ્રસિદ્ધ કાશીનગરના રાજપુત્ર હતા, ને એક ક્ષત્રિયસંતાન અહિં સાની વાત કરે, બાહ્ય શત્રુને બદલે અંતરના શત્રુના ઉલ્લેખ કરે, ને તેને જીતવા માટે શસ્ત્રને બદલે અહિં સારૂપી તન્ત્ર-શસ્ત્રને સ્વીકારે, એ વાત એ જમાનાને જૂની આંખે નવા તમાશા જેવી હતી. શ્રી પાર્શ્વનાથે અહિં’સાના વિસ્તાર કર્યાં ને માનવજીવનને જરૂરી ચતુર્થાંમ-અહિંસા, સત્ય, અસ્તેય ને અરિગ્રહની રચના કરી. તપેલા પૃથ્વીના ગાળા માટે આ ચતુમ સવરવાદ અમૃત મેઘની વૃષ્ટિ સમાન હતા. આ કાળ ડા, યાકોબી વિ, સ. પૂર્વે ૮૨૦ થી ૭૨૦ સુધીના નોંધે છે.
શ્રી પાર્શ્વનાથ પછી લગભગ બે સૈકાના કાળ વોતી ગયે, ને એ કાળમાં ફરી જૂની વાતા તાજી બનવા લાગી. બ્રાહ્મણેા ક્ષત્રિયાના આશ્રિત બન્યા, ને ધ સત્તા રાજસત્તાને પનારે પડી, રાજપદ મહાન બન્યું. યુદ્ધોના સહાર ધર્માં મનાયે. યુધ્ધમાં મરનાર કસાઇને પણ સ્વર્ગપ્રાપ્તિ શકય કરી દીધી. ફરીથી યજ્ઞ શરૂ થયા. પણ પ્રજાએ હિંસક યજ્ઞ સામે વિરોધ નોંધાવ્યા.
અજામેશ્વમાં ‘ અજ એટલે ડાંગર કે અજ એટલે કરેા ’ એના વાદવિવાદ ચાલ્યા. ધમ સત્તા તે રાજસિંહાસનની આશ્રિત બની હતી. ચુકાદો આપવાનું આવ્યું. રાજસત્તાના હાથમાં. રાજસત્તા પર બ્રાહ્મણસત્તા લાગવગ લગાવી ગઇ.
· અજને અર્થે બકરા ' એવા રાજાએ ચુકાદો આપ્યા, પણ પ્રજા વિફરી બેઠી. રાજાને સિંહાસનથી નીચે પછાડયા. આમ લેાકમતના વિજય થતા જોવાયે પણ એ કામમાં ક્ષત્રિય અને બ્રાહ્મણે એકસ’પ હાવાથી ફીથી હિંસક, યજ્ઞો ચાલુ થયા. વર્ણનો મહત્તાની ફરી રાજદુહાઇ શરૂ થઇ. બ્રાહ્મણ તે બ્રાહ્મણ ને ક્ષત્રિય તે ક્ષત્રિય. વૈશ્ય તે વૈશ્ય ને શૂદ્ર તે શૂદ્ર ! સ્ત્રીનું બિચારીનું સ્થાન જ નહીં. એ તેા ભાગે પલેગ-પરિગ્રહની વસ્તુ !
એ વેળા ભુલાયેલા અધ્યાત્મવાદના પુનરોધ્ધાર માટે ક્રાન્તિ થઇ. ક્રિયાકાંડના-યજ્ઞયાગના જાળામાં રકત સમાજને એ જાળામાંથી બહાર કાઢી જ્ઞાનમય જીવનની પ્રેરણા કરી. એ કાળ ‘ ઉપનિષદ કાળ ’ને નામે ઓળખાયા, ને ધની અનિરૂધ્ધ ભાવનાના ઉગમ કાળ નજીકમાં દેખાયે.
પણ પુરાણમતવાદીઓના સામર્થ્ય પુનઃ વ્હેર કર્યું. આ નવા કાળ તાત્ત્વિક વાદાવાદ, શાસ્ત્રચર્ચા, શુષ્ક પાંડિત્યમાં લુબ્ધ બની ગયા. પણ ક્ષત્રિય આત્મવીરાની પરપરા જાણે અવિ રત ચાલી રહી હતી.
ઇ. સ. પૂર્વે ૬૨૩ની વસંત પૂર્ણિમાએ ગૌતમબુધ્ધના જન્મ હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુના રાજવી શુઘ્ધાદનને ત્યાં થયા. એમણે અહિંસાના એ જ તત્ત્વ પર ભાર મૂકયેા. માનવજીવનનું ધ્યેય તપ ને ત્યાગ દ્વારા જ પ્રાપ્ત થવાનું કહ્યું. બ્રાહ્મણના વર્ચસ્વને પડકાર દીધા, ક્ષત્રિયાના યુધ્ધસંહારને ફિટકાર દીધેા, ને પ્રેમ ને ત્યાગનાં બી વાવ્યા.
For Private And Personal Use Only