________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪3
સંસારનો છેદ
ધીરે ધીરે પરસાળમાં કુટુંબીજને એકત્ર થવા લાગ્યાં. કેટલાક નાતીલાએ બહેચરદાસને માથે લૂગડું નાખી રોવાને આચાર કરવા કહ્યું.
બહેચરદાસે ન લૂગડું માથે ઢાંકયું-ન રોયા. એ શાન્ત બેસી રહ્યા. એ તો કબીરજીની પિલી કડી જેમ કહેતા રહ્યા કે “કૌન ચદરિયાં એઠું સાંઈ, કૌન ચરિયાં એઠું.”
સહ સમજાવે, શાન્ત રાખે ને કુશળ વર્તમાન પૂછે, એ રિવાજ; એને બદલે બહેચરદાસ સહુને કુશળ વર્તમાન પૂછવા લાગ્યા, ને વૈરાગ્યનો ઉપદેશ દેવા લાગ્યા !
“ભાઈ, સંસારમાં કોણ મરેલું નથી, ને કોણ મરતું નથી ? જ્યારે આ સંસાર મરણધમી હોય ત્યાં કોણે કોના માટે રડવું? રડવાથી મરનારના આત્માને કઈ મળતું નથી. ધર્મ કરવાથી આપણું ને મરનાર બંનેનું કલ્યાણ થાય.”
પણ આ ઉપદેશ વ્યવહાર વિરુદ્ધ લાગે. ઘણાનાં દિલ દુભાયાં. ઘણાનાં મન જુવાનની વિદ્વતા જોઈ પ્રસન્ન થયાં. કાકા કચરા પટેલે બહેચરદાસને કહ્યું:
માબાપ મરણ પામે ને શોક ન થાય, તેમ જ રડવું ન આવે એ શું ?”
સુરખી !” બહેચરદાસે જવાબ આપ્યો, “ સર્વના કરતાં મને માતાપિતાની વિશેષ લાગણી છે, તમ સર્વના કરતાં હું વિશેષ શેક ને રુદન કરું છું !”
અરે, કેણ રુદન કરે છે?ન નેત્રોમાં નીર છે, ન નાકમાં પાણી છે, ન માં હાયવય છે, ને બહેચરદાસ કહે છે કે હું તમ સર્વ કરતાં વિશેષ શેક ને ન કરું છું. અરે, અમે તે અમારા ભાઈએ પ્રાણ છાંડયા ત્યારે એવી ધડધડાવીને પોક મૂકેલી કે પિણું વીજાપુર જાણું ગયું કે કંઈ થયું છે. કેને કેને દોષ દેવો ? અંતરનાં રુદન આ સંબંધીઓ જાણતાં નહોતાં, ને તેમનાં રુદન આ બહેચરદાસને આવડતાં નહોતાં. બહેચરદાસ સાધુત્વની ભૂમિકાને સ્પર્શ ચૂકયા હતા, અને ત્યાં તો પૃદશાનામ ચમ્રપામ્ તત્ સાધુના ટુકમ ને ઘાટ રચાયે હતો.
મા-બાપ માટે રડતાં લાજ આવે છે ?”
કાકા, માબાપની પાછળ તેમના ઉપકારથી તેમનું સ્મરણ કરતાં હૈયું ભરાઈ જાય અને આંખમાંથી સહેજે અશ્રુની ધારા વહી જાય, એ જ ખરું રડવું; બાકી લોકોને જણાવવા માટે યા બાહ્ય વહેવાર જાળવવા ખાતર રડવું તે ખરું દૃન નથી. માતાપિતાનો પરિપૂર્ણ ઉપકાર વાળવા હું શક્તિમાન ન થયો તે હું મારું ભાગ્ય સમજું છું. સંસારમાં સદાકાળ કોણ રહ્યું છે? જમેલાને મરણ છે જ.”
બહેચરદાસની વાતોએ ધીરે ધીરે આ સમાજ પર અસર કરી, પણ બંધન પામેલું મૃગલું ફરી ફરીને ખીલે જ આવીને અટકે છે. પટેલ જીવાભાઈ ને ઉગરાભાઈએ માતાપિતાની પાછળ ન્યાત કરવા કહ્યું.
બહેચરદાસે એને પણ વિરોધ કરતાં કહ્યું “ વ્યાજે રૂપિયા લાવીને, ન્યાતના વરા
For Private And Personal Use Only