________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
યોગનિષ્ઠ આચાર્ય
વને લીધી. મુનિરાજ તો ત્યાં સ્વસ્થ પ્રતિમાશા ઊભા રહ્યા. ગાડી અદ્રશ્ય થતાં એ નીડર પ્રતાપી મુનિએ કહ્યું: “શ્રાવક લેગ બહોત ડરતે હૈ.”
આમ સત્સંગની સાથે તેમને અધ્યયનશીલ સ્વભાવ પોતાના ક્રમમાં આગળ વધી રહ્યો હતો. “હેમલgવૃત્તિ” નામક વ્યાકરણનું અધ્યયન સંપૂર્ણ કર્યું. અન્ય કેટલાક ધર્મ ગ્રંથો વાંચ્યા, વીરબાઈ પાઠશાળાના પંજાબી પંડિત અમીચંદજી પાસે, આત્મારામજી મ.ના સંઘાડાના વીરવિજયજી વગેરે અભ્યાસ કરતા. આ પંડિતજી સાથે પરિચય કેળવીને બહેચરદાસ રાત્રિના કલાકો સુધી જ્ઞાનગોષ્ઠિ કરતા. પંડિતજી જ્ઞાનાધ્યયનના ને સાધુસંપર્કના પિતાના અનેક અનુભવો કહેતા.
ધ્યાન પણ તેમને પ્રિય વિષય હતો. બંને મિત્રો તળેટી પાસેના દેરાસરની ઉપરની ટેકરી પર બેસી ધ્યાન ધરતા. તળેટી પાસે સરસ્વતીની ગુફા આવેલી છે, એમાં સરસ્વતી દેવીની મતિ છે. બહેચરદાસની ઈરછા થઈ કે સરસ્વતી મંત્રની સાધના કરવી. સાધનાને ચગ્ય કાળીચૌદશ ને દિવાળીના દિવસે આવતા જ હતા. ધનતેરશના દિવસે અડમનાં પચ્ચખાણ કરી તેઓ સરસ્વતી ગુફામાં ધ્યાન ધરીને બેસી ગયા. એ રીતે ત્રણ દિવસ ને ત્રણ રાત એ ગકામાં જ પસાર કરી. બેસતા વર્ષના પ્રભાતે અચાનક સૂર્યને પ્રકાશ ફેલાઈ ગયે, ને એમાંથી સરસ્વતીની મયૂરવાહના મૂતિ બહાર આવી. એમના મુખ પર પ્રસન્નતાની આભા હતી. બહેચરદાસે નમસ્કાર કર્યા. એમને પ્રસન્નતાસૂચક સ્વરો સંભળાયા. એ સ્વરોથી હર્ષાન્વિત થઈ તેઓ બહાર નીકળ્યા ને શહેરના મોટા દેરાસરે સ્નાન તથા પૂજા કરી અઠમનું પારણું કર્યું. મિત્ર મોહનલાલની તબિયત દિન-પ્રતિદિન સુધરી રહી હતી. એ વર્ષે વરસાદ બિલકુલ નહતો. પર્વત પર લીલેરી ઊગી નહોતી. વિજયાદશમીથી બહેચરદાસે યાત્રા માટે પર્વત પર ચઢવા માંડ્યું. ચઢતાં ચઢતાં પણ તેઓ અધ્યાત્મદષ્ટિએ સિદ્ધાચલજીનું સ્વરૂપ ભાવતા જતા હતા.
“શ્રી સિધ્ધાચળ પર્વતની તળેટી તે માર્ગનુસારી ગુણની ભૂમિકા રૂપ છે. વચ્ચે વચ્ચે આવનારા જળના કુંડ તે જ્ઞાનીઓના–-સંતોના ઉદેશામૃતના કુંડ છે. પર્વતની ખીણ-કોતરો તે મોહ-માયાની ખીણો-કેતો જાણવાં, અને તેમાં લપસી.ન જવાય તેનો ઉપયોગ રાખવો. ડુંગર પરનાં વૃક્ષો તે આ આત્મા રૂપ સિધ્ધાચળના ગુણે રૂપ વૃક્ષ જાણવાં. વચ્ચે વચ્ચે આવતા વિસામા તે ગુણસ્થાનકની ઉત્તરોત્તર ભૂમિકાઓ જાણવી.
હિંગરાજનો હડે આવે છે. હિંગરાજ માતા તે ચતુર્થ ગુણસ્થાનકસ્થ સમ્યગદષ્ટિ જાણવી. “આવ્યો હિંગરાજનો હડ ને ફૂટયો પાપનો ઘડો.' એ કહેવત પ્રમાણે હિંગરાજના હડારૂપ સમકિત પ્રગટ થયું કે મિથ્યાત્વરૂપ મહાપાપનો ઘડો ફૂટી જાય છે. પછી આત્મા અપુનબંધક થાય છે, અને આગળની ગુણસ્થાનકની ભૂમિકા પર વિહાર કરતાં થાક લાગતું નથી. ત્યાંથી આગળનો વિસામો છે, તે શ્રાવકના દ્વાદશ વ્રત રૂપ વિરતી દિક્ષા જાણવી, અને ત્યાંથી આગળનો વિસામો છે, તે ત્યાગદશા રૂપ પ્રમત્ત ગુણસ્થાનકનો વિસામો જાણો. ત્યાંથી આગળનો વિસામો તે ત્યાગ-સંયમ-સમાધિની અપ્રમત્ત દશા છે, અને ત્યાં થી આદીશ્વર પ્રભુની ટુંકમાં પ્રવેશ થાય છે, તે આત્માની શુકલ ધ્યાન દશા જાણવી.
For Private And Personal Use Only