________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ आचार्य કરવામાં ખૂબ શ્રમ સેવ્યો છે. તેઓએ પણ લગભગ આઠેક ગ્રંથો વેગ અધ્યાત્મ જેવા ગહન વિષય પર લખ્યા છે, જે પ્રેસમાં જશે. તેઓશ્રીને અમારાં ભક્તિભર્યો વંદન હે.
બે બાલ લખવા માટે ગુજરાતના વિખ્યાત કલમસ્વામી શ્રી રમણુલાલ દેશાઈન તથા આમુખ લખી આપવા બદલ જાણીતા ઍફેસર શ્રી. કામદારને આભાર માનતાં અમને ખૂબ આનંદ થાય છે.
મંડળે આ ગ્રંથને સત્ય ઇતિહાસ મેળવવામાં, તેને સમૃદ્ધ કરવા માટે શ્રમ લેવામાં, અને દ્રવ્યને વ્યય કરવામાં પાછું જોયું નથી. ચાર, ત્રણ, બે ને એક રંગી અનેક ચિત્રો, તેની ડીઝાઈન કરાવવી, બ્લેક કરાવવા, ફેટા મેળવવા વગેરેમાં, કાગળાની સખ્ત મોંઘવારી વખતના કાગળો માટે, પાકા બાઈડીંગ માટે, એમ અનેકવિધ ખર્ચા કરતાં આ ગ્રંથમાં ખર્ચ ધારવા કરતાં વધુ આવી ગયું. આજે લગભગ એક ગ્રંથ રૂપિયા પંદરે પડી ગયે, છતાં આવું સાહિત્ય થોડું જ વ્યાપારની ચીજ છે? મંડળે તેની કિંમત માત્ર રૂ. ૧૦) શખવાનું નક્કી કર્યું છે. - ભજનસંગ્રહ ભા-૧ (છઠ્ઠી આવૃત્તિ) ભાગ બીજો તથા અધ્યાત્મ ભજન સંગ્રહ સંયુક્ત તૈયાર છે. ચોગદીપક” તૈયાર છે અને કર્મચાગ તૈયાર થઇ આવી રહ્યો છે. (અને ગુરુશ્રીને અદ્દભુત અપ્રકટ ગ્રંથ “ અધ્યાત્મ મહાવીર’ તરતમાં જ પ્રેસમાં જશે) મંડળે પ્રકટ કરેલા તમામ ગ્રંથા મંડળના સભ્યોને ભેટ આપવામાં આવશે. - આ ચરિત્ર જે સજોગોમાં તૈયાર થયું છે, એમાં અનેક વસ્તુઓ રહી જવા પામી છે. અને કેટલીક વસ્તુ તરફ લક્ષ પશુ ન ખેંચાયું હોય એ સંભવિત છે: તે જે સુજ્ઞ ભાઈ ઓ પાસે વિશેષ માહિતી હોય તે અમને મોકલી આપશે તે અમે આભારી થઈશું ને આ ગ્રંથની બીજી આવૃત્તિ વખતે ઉપયોગમાં લઈશું.
આમ મોડે મોડે પણ “યોગનિષ્ઠ આચાર્ય ” ગ્રંથનું કાર્ય સંપૂર્ણ થાય છે. માડું પાકેલું ફળ અતિમિષ્ટ હોય છે, એમ આ જીવનચરિત્ર મિષ્ટ અને મધુર બન્યું છે. વાંચકે ને તે માનવ, દેવ અને ખુદ પ્રભુ બનાવે.
લિસેવકેટી મણિલાલ મોહનલાલ પાદરાકર
મંગળદાસ લલ્લુભાઈ ઘડિયાળી - ફની, ચંદુલાલ નગીનદાસ ભાખરીઆ
મંત્રીઓ અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ : મુંબઈ
કને
("
હાજીપ
For Private And Personal Use Only