________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય સંસાર વહેવો હતો, એમને આ સલાહ ન રુચિ, ઊલટી મનની મૂંઝવણ વધી. બકરું કાઢતાં ઊંટ પિઠા જેવું થયું. તેમને વિચારો આવવા લાગ્યા કે મારા ધર્મપિતા નથુભાઈએ આજ સુધી મીરા ખાન-પાનની વ્યવસ્થા રાખી છે, મારી ઉન્નતિની ચાહના કરી છે, અને તેમની જ સલાહની અવગણના ! અરે, કદાચ મને જૈન સાધુ બનાવવા માટે જ તેમણે મારા પર ઉપકાર કર્યો હોય તો-આજે અપકારી જ બનું છું ને ! એમને ઉદ્દેશ હું બર ન લાવી શકતો હોઉં તે તેમની મદદ લેવાનો મને અધિકાર છે ?
| શેઠ નથુભાઈને ત્યાં જમતા બહેચરદાસને ખાનપાનમાંથી રસ ઊડી ગયો. સ્વતંત્ર કમાવું ને સ્વતંત્ર રીતે જીવવાની તાલાવેલી તેમને લાગી. પરાશ્રિત જિંદગી ભારભૂત લાગવા માંડી. ભાણા પર બેઠેલા બહેચરદાસ કેટલીક વાર બધું પીરસાઈ જવા છતાં એમ ને એમ બેસી રહેતા. રોજ ને રોજ ખોરાક ઘટતો જતો હતો. કેટલીક વાર એકાદ ટંક જ ભોજન કરતા. સદા હસમુખ બહેચરદાસના ચહેરા પર ચિંતાની શ્યામ વાદળીઓ ઘેરાયેલી રહેતી. જવર પણ અવારનવાર જેર કરી જતો. ધીરે ધીરે એ જવરે આ પહાડ જેવી કાયામાં જગા કરી લીધી ને થીઆ તાવના રૂપે ચાર ચાર દહાડે દેખા દેવા લાગ્યો.
માતાસમ પ્રેમલ જડાવકાકીએ બહેચરદાસની સ્થિતિ તરત પારખી લીધી. એમણે પ્રેમથી બહેચરદાસને પંપાળતાં કહ્યું: “વ્યાપારી નામુંઠામું શીખીને વ્યાપાર કરે ને પછી રૂપાળો ગ્રહસ્થાશ્રમ માંડે !ને સાથે સાથે પિતાના પતિને ભલામણ કરી કે હવે બહેચર પરણાવવા એગ્ય થયો છે, તો પરણાવી દે!
પણ રે ! કરુણ સ્થિતિ તો ત્યાં હતી કે બહેચરદાસને પરણવું પણ નહોતું, સાધુ પણ થવું નહોતું, વકીલ પણ થવું નહોતું! વ્યાપારમાં પ્રપંચ હતો, વકીલાતમાં કાળાંધેળાં હતાં ને લગ્નમાં જીવનેત્કર્ષ દેખાતું નહોતું, ત્યારે કરવું શું?
અંતરના તપ્ત તાવડામાં શેકાતા જુવાનને તાવને તાપ પણ ઓગાળવા લાગ્યો. મનના ને તનના તાપ પાસે એ દિવસે દિવસે સુકાવા લાગ્યા. હરવા-ફરવામાંથી રસ ઊડી ગયે. શરીરમાંથી કસ ગયો.
એવામાં ઓળીના દિવસો આવ્યા. ઓળીનું આરાધન તો તન-મનના તાપ શમાવનારું. બહેચરદાસને પિતાને બે એળી બાકી હતી. તેમણે એળીનું આરાધન શરૂ કર્યું.
એક દિવસ આયંબિલ કરી વિચારવમળમાં અટવાતા ફરવા નીકળી પડયા. પિતાએ વાવેલા “ખાડિયા” નામે ખેતરમાં ગયા. પાસે જ કાજુમિયાંનું ખેતર આવેલું હતું, તેમાં એક ગંભીર વિશાળ છાયાવાળા આમ્રવૃક્ષની નીચે જઈને વિશ્રામ લેવા બેઠા.
મંદ મંદ હવા ચાલી રહી હતી. રાયણની ઊંચી ડાળે કોકિલાના ટહુકાર સંભળાતા હતા. ક્ષિતિજ સુધીનું નીલ આકાશ સ્વચ્છ અરીસા જેવું ચમતું હતું. ખેતરમાંથી કામ કરતા કૃષિબલના ભજનિયાનાં લલકાર આછા આછા સંભળાતા હતા. કવિહૃદયનું ભારેખમ
For Private And Personal Use Only